Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

શહેરમાં છેલ્લા ૭ દિ'માં શરદી - ઉધરસ તાવ - ઝાડા - ઉલ્‍ટીના ૪૦૦થી વધુ કેસ

મેલેરિયાના ૨ તથા ડેન્‍ગ્‍યુના ૯ દર્દીઓ તંત્રના ચોપડે નોંધાયા : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૧૪૫ને નોટીસ : પાણીજન્‍ય રોગચાળાનો ફુંફાડો

મહાનગરપાલિકાના આરોગ્‍ય તંત્ર દ્વારા ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રીત કરવા માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. જે અન્‍વયે વિવિધ વિસ્‍તારોમાં દવા છંટકાવ, ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ તા.૧૨ : શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૪૧૭ વધુ કેસ નોંધાયા છે. જયારે મચ્‍છર જન્‍ય રોગચાળાના ૧૧ કેસ નોંધાયા છે.
આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ ૫ થી ૧૧ સપ્‍ટેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્‍છજન્‍ય રોગચાળાના
૪૧૭ કેસ
અઠવાડિયામાં મેલેરિયાના ૧, ડેન્‍ગ્‍યુના ૯ કેસ નોંધાયા છે. જયારે ચિકનગુનિયાનો  એકપણ કેસ નોંધાયો નથી.
શરદી-તાવના ૪૦૦થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના ૨૮૩ કેસ તેમજ સામાન્‍ય તાવના ૬૧ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૭૩ સહિત કુલ ૪૧૭ દર્દીઓ નોંધાયા હતા.
મચ્‍છર ઉત્‍પતિ
સબબ ૧૧૪૫ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૫૪,૮૫૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૧૯૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૧૪૫ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે અને ૧.૬૦ લાખનો દંડ ફટકારવામાં આવ્‍યો છે

 

(3:31 pm IST)