Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આંગણવાડી - આશાવર્કર - મભોયો - વીજ - પાણી પુરવઠા - એસટી સહિતના સેંકડો કર્મચારીઓના સાંજે દેખાવો : કલેકટરને આવેદન

ભારતીય મઝદૂર સંઘ દ્વારા કાર્યક્રમ : પગાર વધારો - મોંઘવારી ભથ્‍થુ - સાતમુ પગારપંચ સહિતની માંગણીઓ

રાજકોટ તા. ૧૨ : ભારતીય મજદુર સંઘની યાદી જણાવે છે કે, સાંજે ૫ કલાકે કલેકટર કચેરી સામે એકઠા થઇને આંગણવાડી, આશાવર્કર, મધ્‍યાહન ભોજન, વિદ્યુત, પાણી પુરવઠા, એસ.ટી., જી.આઇ.એસ.એફ. કટારીયા એન્‍ટરપ્રાઇજ વગેરે વિવિધ ઉદ્યોગોના કાર્યકર્તાઓ પગાર વધારો, મોંઘવારી, ભથ્‍થુ, જેટકોમાં માન્‍યતા આપવી, સાતમા પગાર પંચ મુજબ ભથ્‍થાઓ આપવા વગેરે માંગણીઓ અંગે પ્રતિનિધિ મંડળ કલેકટરશ્રી રાજકોટ મારફત મુખ્‍યમંત્રી ગુજરાત રાજ્‍યને સંબોધીને આવેદનપત્ર આપશે. આ માંગણીઓ નાના કર્મચારીઓના ટુંકા પગાર અને પડતર પ્રશ્નો અંગે તાત્‍કાલિક પગલા ભરે તેવી માંગણી કરશે.
અંતમાં રાજકોટ જિલ્લા ભારતીય મજદુર સંઘના જિલ્લા મંત્રી શિવરાજભાઇ સૂર્યવંશીએ આ કાર્યક્રમને સફળ બનાવવા બધા જ ઉદ્યોગોના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં સાંજે ૫ કલાકે હાજર રહે તેવો અનુરોધ કરેલ છે.

 

(3:31 pm IST)