Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સંખ્‍યાબંધ કચેરીઓએ સ્‍ટાફની વિગતો નહી આપતા કલેકટર ખફાઃ તાકિદે વિગતો આપો, નહીં તો એકશન

રાજકોટ,તા.૧૩: વિધાનસભા સામાન્‍ય ચૂંટણી સ્‍ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા માટે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી મારફત રાજકોટ જિલ્લામાં આવેલ રાજ્‍ય સરકાર તથા કેન્‍દ્ર સરકારની તમામ કચેરી, જાહેર સાહસ, રાષ્‍ટ્રીયકૃત બેંક, વીમા કંપનીઓ, યુનિવર્સિટી, કોલેજ અને સ્‍કુલ સહિત તમામ કચેરીના વડા/ વહીવટી અધિકારી/ આચાર્યશ્રીએ તમામ સ્‍ટાફ તથા વાહનોની માહિતી-૨૦૨૨ અન્‍વયે મંગાવવામાં આવેલ છે. સંબંધિત વિભાગ/કચેરી પૈકી ઘણી બધી કચેરીઓએ સ્‍ટાફની વિગતો નહી આપતા કલેકટર ખફા બન્‍યા છે. લેટર પાઠવી સરતચૂકથી આ માહિતી મોકલવાની બાકી રહી ગઇ હોય તો કલેકટર  કચેરી, ચૂંટણી શાખા, બીજો માળ, જામ ટાવર પાસે, ખાતેથી માહિતીનું નિયત પત્રક મેળવી સત્‍વરે તેમની સંસ્‍થાના કર્મચારીઓની માહિતી રજૂ કરવા કલેકટર દ્વારા આદેશો કરાયા છે. તેમજ ભવિષ્‍યમાં કોઇ કચેરીએ માંગેલ માહિતી નહી મોકલ્‍યાનું  જણાશે તો આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની નોંધ લેવા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ઉમેરાયુ છે.

(12:07 pm IST)