Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

પાંચ દિ' પહેલા ઝેર પી લેનારા હેડ ક્‍વાર્ટરના પોલીસમેન પ્રકાશભાઇ પારઘીએ દમ તોડયો

પ્રથમ લગ્નમાં છુટાછેડા બાદ એક મહિના પહેલા જ સગાઇ થઇ હતી

રાજકોટ તા. ૧૩: શહેરના પોલીસ હેડ ક્‍વાર્ટરમાં ફરજ બજાવતાં અને ૮૦ ફુટ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં પ્રકાશભાઇ દેવજીભાઇ પારઘી (ઉ.વ.૩૦)એ ગત તા. ૮ના સાંજે પોતાના ઘરની અગાસીએ જઇ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે ખસેડવામાં આવતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજકોટથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતાં. ત્‍યાં તેમણે દમ તોડી દેતાં પરિવારજનો અને સાથી પોલીસ કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં થોરાળા પોલીસે  જે તે દિવસે હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. એ પછી તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્‍પિટલમાં લઇ જવાયા હતાં. જ્‍યાં ગત રાતે મૃત્‍યુ નિપજ્‍યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ ઝેર પી લેનારા પ્રકાશભાઇના લગ્ન  થયા હતાં. પરંતુ મનમેળ ન થતાં છ મહિનામાં જ છુટાછેડા થઇ ગયા હતાં. એ પછી આજથી એકાદ મહિના પહેલા જ સુરેન્‍દ્રનગરની યુવતિ સાથે પ્રકાશભાઇની સગાઇ કરવામાં આવી હતી. તે બ ેભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. ઘરની અગાસીએ જઇ ઝેરી દવા પી લીધી હતી. કલેશને કારણે પગલુ ભર્યુ કે અન્‍ય કારણે? તે અંગે સ્‍પષ્‍ટ કારણ બહાર આવ્‍યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(4:08 pm IST)