Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કોંગ્રેસ મુકત ભાજપ બનવાના બદલે કોંગ્રેસ યુકત બનતુ ભાજપઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૧૨ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે ત્‍યારે દરેક પક્ષોમાં ખરીદ-વેચાણ, પક્ષાંતર રેવડી કે લોલીપોપની મોસમ (સીઝન) શરૂ થઇ છે. કોંગ્રેસના નેતાઓએ તથા હોદ્દેદારોએ અનેક વખત સત્તા, મંત્રીપદ તેમજ સંગઠ્ઠનમાં હોદા ભોગવ્‍યા છતાં હજુ કાંઇક ખૂટે છે. અને પક્ષ કદર કરતો નથી, અવગણના થાય છ.ે વિગેરે બાના તળે પોતાના અંગત સ્‍વાર્થ કે હેતુ માટે પક્ષાંતર કરતા હોય છે સમાજ સેવા સાથે તેને કાંઇ લેવા દેવાનું હોતુ નથી મતદારોનો દ્રોહ અને ગદારીની પણ હદ હોય છે.

શાસક પક્ષ ભાજપને સતા લાલસાની બેહદ ભૂખ ઉઘડી છ.ેઅન્‍ય રાજયોમાં વિપક્ષોની સરકારોને કોઇપણ ભોગે તોડવાના પ્રયાસો કરવામાં આવે છે  તે લોકશાહી માટે ખતરા રૂપ છે બહુમતી હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્‍યોને રાજીનામા અપાવી પ્રવેશ આપવામાં આવે છે તે કેટલા અંશે વ્‍યાજબી છે હાલમાં ભાજપમાં નીતીમતા, પ્રમાણીકતા, સિધ્‍ધાત વગેરે કશું રહ્યું નથી કોંગ્રેસ મુકત ભાજપ બનાવવાને બદલે કોંગ્રેસ યુકત ભાજપ બનતુ જાય છેકોંગ્રેસમાંથી આવેલાને હોદા મંત્રીપદે તથા આર્થિક લાભ આપવામાં આવે છે. છતા ભાજપના ધારાસભ્‍યો કે સંગઠ્ઠનના હોદ્દેદારો મુકપ્રેક્ષક બની જોયા કરે છે એ નવાઇની વાત છ.ે

દરેક વર્ગના કર્મચારીઓ મથુરો શિક્ષીત બેકારો તથા ખેડુતના પ્રશ્નો અંગે તેમ જ મોંઘવારીના પ્રશ્ને આંદોલન કે હડતાલોનો આશરો લેવો પડે છે છતા શાસકપક્ષના જવાબદારોના પેટનું પાણી હલતું નથી તેઓના મનમાં ય નથી વિકાસના નામ બણગો ફુંકવામાં શરમ આવતી નથી હાલની સરમુખ્‍યતાર શાહી જેવી વહીવટી પધ્‍ધતિથી લોકો ગળે આવી ગયા છે ધંધાદારી લોકોમાં કિન્નાખોરીના ડરથી અસલામતી જેવુ વાતાવરણ થતુ જાય  છે ત્‍યારે પરિવર્તન એજ ઉકેલ હોય તેવું દેખાઇ રહ્યું છે અખતરો કરવાથી આભ તુટી પડવાનું નથી મતદારો, યુવાનો તથા દરેક સમાજના આગેવાનોએ ગંભીરતાથી વિચારવાની જરૂર છ.ે તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યુંછે.

(12:17 pm IST)