Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સાત દિ' પહેલા એસિડ પી લેનારા કાલાવડ બેડીયાના પ્રિતીબાનું મોત

રાજકોટ તા. ૧૩: કાલાવડના બેડીયા ગામે રહેતાં પ્રિતીબા હરપાલસિંહ જાડેજા (ઉ.૨૭) તા. ૭/૯ના સવારે એસિડ પી જતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

પ્રિતિબાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. પતિ ખેતી કરે છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હોઇ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી

(12:29 pm IST)