Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજકોટ જિલ્લા બેંક સહિતની સહકારી સંસ્‍થાઓની રપમીએ કંડોરણા સામાન્‍ય સભાઃ પાટીલની હાજરી

કોરોના બે વર્ષ ઓનલાઇન પછીની પ્રથમ વિસ્‍તૃત સભા

રાજકોટ તા.૧ર : જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા તા.રપ સપ્‍ટેમ્‍બર રવિવારે સાંજે ૪ વાગ્‍યે જામકંડોરણા ખાતે મળનાર છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અન્‍ય મંત્રીઓ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ હાજરી આપશે. બેંકના ચેરમેન જયેશ રાદડિયાના નેતૃત્‍વમાં તૈયારી થઇ રહી છે.

જિલ્લા બેંકની સાથે રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સહકારી સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, રાજકોટ વગેરે ૮ સંસ્‍થાઓની સાધારણ સભા તેજ દિવસે થોડા-થોડા સમયના અંતરે તે જ સ્‍થળે મળનાર છે. કોરોનાના બે વર્ષ ઓનલાઇન સાધારણ સભા મળેલ આ વખતે કોરોનાની સ્‍થિતિ હળવી થતા ફરી રાબેતા મુજબ બેંક સાથે સંકળાયેલા હજારો લોકોની હાજરીમાં સાધારણ સભા મળનાર છે.

(12:36 pm IST)