Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

તાલુકા મામલતદાર દ્વારા કોમર્શીયલ દબાણ તોડી પડાયુ

રાજકોટઃ તાલુકાના, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર,ગામ-કુચિયાદડ ખાતે સરકારી સર્વે નં.૨૫૬ પૈકીની જમીન પરથી ‘ખોડીયાર હોટેલ'નામનું કોમર્શીયલ દબાણ દૂર કરવામાં આવ્‍યુ હતું, તસ્‍વીરમાં મામલતદારશ્રી કે.કે.કરમટા, સર્કલ ઓફિસર સંજય કથીરીયા, રેવન્‍યુ તલાટી,સંજય રૈયાની વિગેરે નજરે પડે છે. કુલ ૨૦૦ ચો.મી.જમીન ખૂલ્લી કરાવાઇ હતી. મામલતદાર કરમટાએ ચેતવણી આપી છે. કે સરકારી જમીન પરથી અનધિકૃત દબાણ સ્‍વખર્ચે તાત્‍કાલિક  દૂર કરવુ, અન્‍યથા તંત્ર દ્વારા લેન્‍ડ ગ્રબિંગ એકટ હેઠળ સુઓ મોટી ફરીયાદ કરવાની ફરજ પડશે.

(12:37 pm IST)