Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ના ચેરમેન મનોજ કુમાર સાથે લાગણીસભર મુલાકાત

રાજકોટ, તા.૧૩: ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ના યુવા ચેરમેન મનોજ કુમાર સાથે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા છેલ્લા ૪૦ વર્ષથી ખાદી ક્ષેત્રે કાર્યરત ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ દાજીભાઈ ડાભીનીની ગાંધીનગર-અમદાવાદ ખાતે લાગણીસભર મુલાકાત થઈ હતી.

ખાદી એન્‍ડ વિલેજ ઈન્‍ડસ્‍ટ્રીઝ કમિશન (કેવીઆઈસી) દ્વારા નેશનલ ઈન્‍સટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી (એનઆઈએફટી)ના સહયોગથી સ્‍થાપિત સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સ ફોર ખાદી (સીઓઈકે) દ્વારા એનઆઈએફટી - ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેરક કાર્યર્ક્‍મ અહેલી ખાદીમાં કેવીઆઈસીના ડેપ્‍યુટી સીઈઓ એસ. એસ. શીલ, કેવીઆઈસીના ચેરમેનના પી.એસ. અને માર્કેટીંગ ડીરેકટર સંજીવ પોશવાલ, સ્‍ટેટ ડીરેકટર સંજય હેડાવ તેમજ સીઓઈકેના ડીરેકટર સુધા ઢીંગરા, એનઆઈએફટી - ગાંધીનગરના ડીરેકટર ડો. સમીર સુદ, એનઆઈડી - અમદાવાદના ડીરેકટર પ્રવીણ નાહર,  સીઓઈકે - એનઆઈએફટી - ગાંધીનગરના હેડ અભિષેક યાદવ, એસોશિયેટ ડીઝાઈનર વિભા મિત્તલ તથા ઉદ્યોગ ભારતી (ગોંડલ)ના ચંદ્રકાંત પટેલ, જેડ બ્‍લ્‍યુના બિપીન ચૌહાણ, મોરલ ફાઈબરના શાલિની શેઠ-અમીનની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રેરક વિચાર આત્‍મનિર્ભર ભારત અંતર્ગત ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલાં અગ્રણીઓ સાથે કેવીઆઈસીના ચેરમેન મનોજ કુમારે વિચાર-વિમર્શ કર્યો હતો. લોકસંગીતના સંગાથે ખાદી પરિધાનના ફેશન-શોને સહુએ રસપૂર્વક નિહાળ્‍યો હતો. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર (જિ. બોટાદ) સ્‍થિત લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ૧૯૫૮માં સ્‍થાપિત અને આર્થિક-સામાજિક વંચિત સમાજની બહેનોને સ્‍વરોજગારી પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્‍થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે રહીને એનઆઈએફટી - ગાંધીનગરના વિદ્યાર્થી પાર્ષદ સોલંકી (ભાવનગર)એ ડીઝાઈન કરેલ વિવિધ ઊની વસ્‍તુઓના રસ-દ પ્રદર્શનની પણ સહુએ મુલાકાત લીધી હતી.

 વંચિત સમાજની બહેનો દ્વારા ઉત્‍પાદિત હાથ-વણાટ, હાથ-બનાવટની આકર્ષક શાલથી ગોવિંદસિંહ ડાભીએ કેવીઆઈસીના ચેરમેન મનોજ કુમારનું અભિવાદન કર્યું હતું. પિનાકી મેઘાણીએ મેઘાણી-સાહિત્‍ય ભેટ આપ્‍યું હતું. રાણપુર સ્‍થિત ઊની ખાદી સંસ્‍થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની મુલાકાતે પધારવાનું પણ ભાવભર્યું નિમંત્રણ મનોજ કુમારને આપ્‍યું હતું.

આલેખન

 પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન  (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(12:45 pm IST)