Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સતત બીજા દિવસે કર્મચારીઓના કલેકટર કચેરીએ જંગી દેખાવો : સૂત્રોચ્‍ચાર : આવેદન પાઠવાયું

રાજકોટ : રાજકોટ જિલ્લા મઝદૂર  સંઘના નેજા હેઠળ વિવિધ સરકારી વિભાગના સેંકડો કર્મચારીઓએ સતત બીજા દિવસે રેલી કાઢી કલેકટર કચેરીએ ગઇકાલે સાંજે દેખાવો યોજી -સુત્રોચ્‍ચાર સાથે કલેકટર કચેરી ગજવી મુકી હતી, અને મુખ્‍યમંત્રીને સંબોધી સાંજે ૬ વાગ્‍યે કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું : આ દેખાવોમાં આંગણવાડી-આશાવર્કર- ગુજરાત પાણી પુરવઠા બોર્ડ- આરોગ્‍ય -એસટી- જીઇબી જેટકો સહિતના વિભાગના કર્મચારીઓ જોડાયા હતા, જેમાં જુની પેન્‍શન પ્રથા-પગાર વધારો-પાર્ટ ટાઇમ કર્મચારીઓને કાયમી કરવા, સાતમુ પગાર પંચ - બાકી એરીયર્સ સહિતની બાબતે રજુઆતો કરાઇ હતી.

(2:05 pm IST)