Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

એડવોકેટ નરેશ સીનરોજાની ઈન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટ દ્વારા કોર્ટમાં કેઈસો ચલાવવા માટે સ્‍પે.પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે નીમણુંક

રાજકોટઃ શહેરમાં છેલ્લા ૪૫ વર્ષ થયાં પ્રેકટીસ કરતાં જાણીતા અને સીનીયર એડવોકેટ નરેશ સીનરોજા (મો.૯૮૨૫૦ ૭૬૫૭૫) ભારત સરકારે ઈન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટ તરફથી કોર્ટમાં કેઈસો ચલાવવા માટે સ્‍પેશ્‍યલ પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે નીમણુંક કરેલ છે.

શ્રી નરેશ સીનરોજાની વકીલ તરીકેની કારર્કીદી હંમેશા ઉજજવળ રહેલી છે. પંદરેક વર્ષ પહેલા તેઓ ગુજરાત સરકારના એડીશનલ પબ્‍લીક પ્રોસીકયુટર હતા.

રાજકોટમાં મ્‍યુનીસીપલ કમીશ્નર તરીકે જયારે શ્રી જગદીશન હતા તે વખતે શ્રી નરેશ સીનરોજા રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશનના સીનીયર લીગલ એડવાઈઝર હતા અને રાજકોટના રસ્‍તાઓ પહોળા કરવાની કોર્ટ કાર્યવાહીમાં અને તે રીતે રાજકોટનો વિકાસ કરવામાં તેમનો ઘણો ફાળો રહેલો છે. રસ્‍તા પહોળા કરવા નિર્ણય સામે તેમજ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાના નિર્ણય સામે ઘણા લોકો અદાલતમાં ગયા હતા અને તે વખતે રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશન વતી કેસો જીતીને રસ્‍તાઓ પહોળા કરવાના કામને આગળ ધપાવવામાં મ્‍યુનીસીપલ કોર્પોરેશનને મદદ કરેલ.

આ ઉપરાંત શ્રી નરેશ સીનરોજાએ ગુજરાત ઈલેકટ્રીસીટી બોર્ડ (GEB), ગુજરાત સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કંપની (GSRTC), ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ વગેરે જેવી સંસ્‍થાઓમાં પણ વકીલ તરીકે ફરજ બજાવેલ છે.

હજુ પણ તેઓ ભારત સરકારની ૪ મોટી વીમા કંપનીઓ જેવી કે ધી ઓરીએન્‍ટલ ઈન્‍શ્‍યોરન્‍સ કંપની લી.,  યુનાઈટેડ ઈન્‍ડિયા ઈન્‍શ્‍યોરન્‍સ કંપની લી., ન્‍યુ ઈન્‍ડિયા એશ્‍યોન્‍સ કંપની લી., નેશનલ ઈન્‍શ્‍યોરન્‍સ કંપની લી.માં વકીલ તરીકે સેવાઓ આપે છે.

શ્રી નરેશ સીનરોજા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ રહી ચુકયા છે. તેમજ રોટરી કલબ રાજકોટના પણ પ્રમુખ રહી ચુકયા છે.

આ ઉપરાંતમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્‍ડિયા દ્વારા સંચાલીત મીડીયેશન એન્‍ડ કન્‍સીલીએશન પ્રોજેકટ કમીટીના નેજા હેઠળ રાજકોટના મીડીયેશન સેન્‍ટરમાં મીડીયેટર તરીકે પણ સેવાઓ આપે છે.

શ્રી નરેશ સીનરોજા રાજકોટની ઘણી કોલેજોમાં તેમજ સૌરાષ્‍ટ્ર યુનીવર્સીટીમાં વીઝીટીંગ લેકચરર તરીકે પણ કાયદા ઉપરના પ્રવચનો લેકચરર તરીકે આપેલ છે.

અત્રે એ યાદ દેવુ જરૂરી છે કે નરેશભાઈના પિતાશ્રી સ્‍વ.મોહનભાઈ સીનરોજા પણ રાજકોટના જાણીતા અને ખ્‍યાતનામ વકીલ હતા અને તેમણે પણ ૫૦ વર્ષ સુધી વકીલાત કરેલ હતી.

(2:14 pm IST)