Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગુરૂ દતાત્રેય સહકારી મંડળી દ્વારા ૧૩મી વખત સભાસદોને ભેટ વિતરણ

રાજકોટઃ સહકારી ક્ષેત્રની જાણીતી સંસ્થા શ્રી ગુરૂ દતાત્રેય સહકારી મંડળી દ્વારા સંત કબીર રોડ પર મંડળીના કાર્યાલય ખાતે સભાસદોને મંડળીની સ્થાપના પછીનું ૧૩મી વખતનું ભેટ વિતરણ શરૂ થયું છે. આ વખતે સ્ટીલના ડબરા અને વિકલ્પે ભોજન ડીશ આપવામાં આવે છે. બે મહિના સુધી તબક્કાવાર વિતરણ થશે.  ગયા શનિ-રવિવારે વિતરણ થયેલ. હવે પછીનું વિતરણ આવતા રવિવારે સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ સુધી થશે. જેણે કેવાયસીની પ્રક્રિયા પુર્ણ કરેલ હોય તેવા સભાસદોને જ ભેટ આપવામાં આવે છે. કેવાયસી બાકી હોય તો આધાર કાર્ડ, શેર સર્ટીફીકેટ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે મંડળીના કાર્યાલયે કામકાજના દિવસોમાં સંપર્ક સાધવો. મંડળીના બોર્ડ ઓફ ડીરેકટર્સમાં ટપુભાઇ લીંબાસીયા (પ્રમુખ) ગોરધનભાઇ કાપડીયા (ઉપપ્રમુખ) જયેશ બોઘરા, જગદીશ લાઠીયા, છગનભાઇ રીબડીયા, સવજીભાઇ અકબરી, જગદીશ લીંબાસીયા, ધરમશીભાઇ નાથાણી, દિપક મકવાણા, શાંતાબેન વેકરીયા, પરસોતમભાઇ (બાબુભાઇ) વેકરીયા, કમલેશ પટેલ, હિનાબેન લીંબાસીયા વિગેરેનો સમાવેશ થાય છે. વિતરણ પ્રસંગે ડીરેકટરો તેમજ પુર્વ ડે. મેયર વલ્લભભાઇ દુધાત્રા હાજર રહેલ. વિતરણ વ્યવસ્થા મંડળીના મુકેશભાઇ થોરીયા, દીપુલ વ્યાસ, વિજય બોરીચા, સાવન લીંબાસીયા, વિનુભાઇ સીતાપરા વગેરેએ સંભાળી હતી.(

(3:36 pm IST)