Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજકોટની દેવાંશી ચૌહાણની કપ્તાની હેઠળ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજની ગર્લ્સ બાસ્કેટ બોલ ટીમ ચેમ્પીયન

રાજકોટઃ રાજકોટની દેવાંશી ચૌહાણની કપ્તાની હેઠળ અમદાવાદની વિખ્યાત સેંટ ઝેવિયર્સ કોલેજની ગર્લ્સ-બોયઝ બાસ્કેટ બોલ ટીમ તાજેતરમાં ગુજરાત યુનિ.માં ચેમ્પીયન બની હતી. અમદાવાદની સેંટ, ઝેવિયર્સ કોલેજની ગર્લ્સ અને બોઇઝ ટીમે ગુજરાત યુનિવર્સિટી બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખતાં સતત આઠમા વર્ષે ચેમ્પિયનશીપ જીતીલીધી હતી. અમદાવાદ એજયુકેશન સોસાયટીના ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઇનલમાં સેંટ ઝેવિયર્સ કોલેજની બોઇઝ ટીમે ૪૬-૦ થી જે. જી. કોલેજને હરાવી હતી. જયારે સેંટ. ઝેવિયર્સ કોલેજની ગર્લ્સ ટીમે ર૧-૪ થી પી. કે. ચૌધરી કોલેજની ટીમને ફાઇનલમાં પરાજીત કરી હતી. દેવાંશી ચૌહાણ તેમના કોચ-મેનેજર તથા સાથી ખેલાડીઓ સાથે નજરે પડે છે.

(3:37 pm IST)