Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

લોધીકા તાલુકાના ગામોના વિકાસ કામોનો મેટોડામાં યોજાયો ઇ-લોકાર્પણ સમારોહ

રાજકોટ તા.૧૩ : ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસની યાત્રા ડબલ એન્જીનની સરકાર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના જુદા જુદા ગામે વિકાસના કામોનો ઇ-લોકાપણ ખાતમુહુર્ત લોધિકા તાલુકાનું મેટોડા ખાતે યુવા મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયો.

આ ઇ-લોકાર્પણમાં લોધિકા તાલુકાના ચાંદલી, મેટોડા, વાગુદડ, ચીભડા, રાતૈયા, રાવકી તેમજ લોધિકાના અન્ય ગામોમાં કરોડોના કામનું ઇ-લોકાર્પણ થયું હતું.

રા.લો.સંઘ ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા ભાજપના આગેવાન મુકેશભાઇ તોગડીયા, જીલ્લાઅ.જા.મોરચા પ્રમુખ મનોજભાઇ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઇ ફુંગશીયા, મોહનભાઇ ખુંટ, જીલ્લા પંચાયતના દંડક અલ્પાબેન મુકેશભાઇ તોગડીયા, જીલ્લા પંચાયત સા.ન્યા સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન, ઉપપ્રમુખ કિશોરભાઇ, તાલુકા યુવા કારોબારી ચેરમેન ઘનશ્યામભાઇ, સા.ન્યા સમિતિ ચેરમેન રેખાબેન પરમાર, કિસાન મોરચાના ઉપપ્રમુખ પ્રવિણસિંહ ડાભી, જીલ્લા બેંકના ડીરેકટર બકુલસિંહ જાડેજા, યુવા મોરચા ઉપપ્રમુખ ડો .મનોજભાઇ કાછડીયા, તાલુકા યુવા પ્રમુખ સુધીરભાઇ તારપરા, કિસાન મોરચા પ્રમુખ પંકજભાઇ બાબુભાઇ ગમઢા, મહામંત્રી પંકજભાઇ ખુંટ, બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશાલભાઇ વાલાભાઇ ફાગલીયા, મહામંત્રી પ્રવીણભાઇ ચનાભાઇ માલકીયા, અનુ.જાતી મોરચા કિશોરભાઇ રૂડા, લઘુમતી મોરચા પ્રમુખ રજાકભાઇ ઠેબા, મહામંત્રી રજાકભાઇ દોઢીયા, તાલુકા ભાજપ આગેવાન મયુરસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)