Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સો ટચની સોના જેવું સફરજન

આ માત્ર નાટક જ નહિ, રંગભૂમિની ચિરંજીવ ઘટના છે

તા.૭/૯ની રાત્રે હે–ત્ર.નાટયગૃહ તખ્તે ન્ત્સ્ચ્ જ્બ્ય્ ચ્સ્ચ્ય્ જેવું હૃદયના ધબકારાઓને ચુકાવી દેતુ નાટક સફરજન જોયા બાદ, તેના ઉત્કૃષ્ટ નિર્માણ સ્તર વિષે વિચારાધિનતામાં ખોવાઇ બિલકુલ શૂન્યમનસ્ક થઇ જવાયું. સો ટચના સોના જેવાં આ નાટકને કઇ કક્ષાયુકતતાથી બિરદાવવું તેની ગડમથલ થઇ પડી.

આ નાટકની જેમ, આર.ડી.ઇવેન્ટસ પરેશ પોપટ નિલેશ શાહ પ્રસ્તુત બે–એક માસ પહેલાનું નાટક ચાણકય જોયું ત્યારે થયું હતુ કે વર્તમાનનું આ અલ્ટીમેટ ડ્રામા છે. પણ સફરજન જેવાં સામાન્ય લાગતા ટાઇટલવાળું નાટક તો મોરધેન અલ્ટીમેટ ઓફ પીક પોઇન્ટ ફીલ થયું. અહીં ચાણકયની માપણી ઓછી આંકવાની વાત જ નથી. પરંતુ એ ધ્યાને લેતા લાગ્યુ કે એ નાટક રાષ્ટ્રીય હિન્દી ભાષામાં હતું. જયારે સફરજન આપણી રાજય ભાષામાં સર્જાયેલ છે. જેના નિર્માતા છે. રંગભૂમિના સિન્સીયર માણસ ભરત નારણદાસ ઠક્કર.

રાજકીય દૃષ્ટિએ, ઠરતો ઓછોને સળગતો વધુ મુદ્દો એટલે ધરતીનું સ્વર્ગ ગણાય છે તે કાશ્મીર જયાં પાકિસ્તાની આતંકીઓ રોજબરોજ નિર્દોષોની હત્યા કરતા રહે છે. અને પ્રજા રક્ષકો શહીદીને વર્યા કરે છે. આ ભુમિના માનવીનો પ્રેમ અને આતંકવાદીઓની ધીક્કારભરી ક્રુરતા સમી લવ એન્ડ હેઇટની અભિવ્યકિતને પ્રેક્ષકોના હૃદયને ખમવું ભારે થઇ થકી જાય, તેવી ચોંટદાર રીતે રજુ કરવામાં આવી છે આ નાટક સફરજનમાં લેખિકા સ્નેહા દેસાઇએ સફરજનને નાટકમાં કાશ્મીરી જીવનના એક ખાસ ભાગ તરીકે સીમ્બોલાઇઝ કર્યુ છે. જે તેની લેખિનીના ઉત્તંક આઇકયુનો અહેસાસ કરાવે છે. કાશ્મીરીઓની મહતમ ઉપજ સફરજન છે જેને કાશ્મીરીઓ સોના સમા પોતાના સંતાનરૂપે જુએ છે. કેમકે તે તેને રોજીરોટી આપે છે. આતંકવાદીઓ જયારે સફરજનના બગીચાનું પણ બોમ્બ વિસ્ફોટથી નિકંદન કાઢી નાખે છે એ દૃશ્ય વખતેનું, તેના માલિકનું અક્રંદ પ્રેક્ષકોને રૂએરૂએ હચમચાવી મુકે છે.

આતંકીઓથી શહીદીને વરેલ એક અફસર પત્ની કાશ્મીરી ગામે જેલમ લશ્કરમાં જોડાઇ આતંકીઓ સામે મેદાને પડે છે. હવે સંજોગો નાટકમાં એવા સર્જાય છે. કે જેલમ અને તેના પતિનો હત્યારો પાક. મિલીટંટ અનવર, એ બંનેના એકાબીજાની પ્રત્યેના ધીક્કાર અને ક્રુરતાના સ્થાને અરસપરસ સંવેદનાઓની સરવાણી ફુટે છે. પછીની ઘટનામાં અનરવનું મૃત્યુ થાય છે. આ તથા લાગણીઓને ઝણઝણાવી મૂકે તેવી અનેક ઘટનાઓ દરમ્યાન અંત સુધીના અસરદાર દૃશ્યો અને ધારદાર સંવાદો સાથે બિલકુલ કન્વીન્સીંગલી એવું બધુ રજુ થયું છે જે જોઇ નક્કી નથી કરી શકાતું કે આ લવ એન્ડ હેઇટની અથડામણ કદી અટકશે કે કેમ?

સોના સમા સફરજનના પાકને વિપુલ માત્રામાં ઉપજાવતા, પ્રેમ અને ધીક્કારના પ્રવાહ વચ્ચે આઝાઁદીના આભાસી ઓઠા તળે, બંધુક અને બોમ્બથી ધમરોળનારાઓ, પૃથ્વી પરના સ્વર્ગ, કાશ્મીરને નર્કમાં તબદીલ કર્યા સિવાય કશુ જ કરી રહ્યા નથી. કદાચ આ વાત આ નાટકમાં કેન્દ્ર સ્થાને છે. જેના તમામે તમામ વિભાગો એટલી બારીકાઇથી ટ્રીટ થયા છે કે તેનો જોટો સંભવતઃ મળવો જ મુશ્કેલ લાગે, દરેક દૃષ્યોને મજબૂતાઇ બક્ષતું દિલડોલ કાશ્મીરી લોક અને પાશ્વ સંગીત, જેમાં મહતમ ઉપયોગ કાશ્મીરી તંતુવાદ્ય રબાદનો રહ્યો. આંખોને આજી નાખી ટાઢકનો અહેસાસ કરાવતું લાઇટીંગ અને વારંવાર ધ્રુજાવી દેતી બંધુક– બોમ્બ ધડાકાઓથી ધણધણાવતી સાઉન્ડ ઇફેકટ, ફોગગેસ અને લાઇટીંગના જાદુઇ કસબથી તખ્તે આખું સરોવર સર્જી તેમાં તરતો કાશ્મીરી શિકારો(બોટ), સરોવર કાંઠે જ ચાચાનું નબળું–સબળું ઘર, પાશ્વમાં દૂરદૂર દેખાતા સફરજન વૃક્ષો, આછીઆછી બરફ વર્ષા સાથેનું હિમાચ્છાદિત અદ્દભૂત ધુમ્રછાયું વાતાવરણ, ઝડપથી બદલાઇ જતો રીવોલ્વીંગ સેટ(સન્નીવંશ) પાત્રોના અદૃલ કાશ્મીરી ડ્રેસ–કોશ્ચ્યુમ્સ અને રંગભૂષા..ઓહ, માસા અલ્હા.. તમે થિયેટરમાં નહિ પરંતુ કાશ્મીરની વાદીઓ વચ્ચે હો તેવો મનોભાવ થઇ આવે તો આ નાટકના ભોકતા તરીકે હાજર હો ત્યારે.

ઉમર જોઇ વણાંકો આવતા નથી જીવનમા સફરજન તો સંતાન છેં કાશ્મીરનું કાશ્મીરી સફરજનનાં બીમાં કેટલા સફજરન હોય તે કોઇ કહી શકતું નથી. વ્યથિત પાત્રો દ્વારા પરિસ્થિતિ જન્ય ખુલાસાના તથા પસ્તાવો વ્યકત કરતાં પ્રતિકાત્મક અને મર્માળુ મોનોલોગી તાલીઓની ગુંજ મેળવી જાય છે.

નાટક ફિલ્મ કે સીરિયલના લેખક તથા દિગ્દર્શકનું વીઝનીક એલીમેન્ટ પાવરફુલ હોવું અત્યંત જરૂરી. એ જેનામાં હોય તે જ સફરજન જેવી શાનદાર નાટયકૃતિ સર્જી શકે. મીલેટરી બેઇઝ જબ્બરદસ્ત નાટક કોડમંત્ર તથા આ નાટકની લેખિકા સ્નેહાબેન તથા સિધ્ધ દિગ્દર્શક રાજેશ, આ બંનેએ  પોતાના દરેક નાટકની જેમ સફરજનને પણ જબરદસ્ત ઓપઆપ્યો છે. દૃશ્યે ર્દશ્યે દિગ્દર્શક તરીકે ચાતક નજર સ્પષ્ટ થતી જોવા મળે છે. નાટકની ક્ષણેક્ષણને જે રીતે રાજેશ શણગારીત કરી છેતે કાબીલે તારીફ છે. બરાબર એ જ રીતે અહી કલાકારોનો ઓજસ્વી અભિનયનો કારનામો પણ જોવા મળ્યો. મહમદચાચાની ભુમિકામાં, જેમનો ચલ મન જીતવા ફિલ્મમાં દર્શનિય અભિનય જોયો હતો તે ધર્મેન્દ્ર ગોહેલ, પાક. મીલીટંટ અનવરની તથા  જેલમ, આ બંનેની ચેલેજીંગ ભુમિકામાં આનંદ ગોરડીયા તથા વૈભવી ઉપાધ્યાય અને સફરજન બગીચાના માલિક શ્યામલાલની ભુમિકામાં પરાગ શાહ, આ સૌએ પોતાના માતબાર ન ભુલી શકાય તેવો અભિનયનો આસ્વાદ કરાવ્યો. અન્ય સાથીકલાકારોનો અભિનય પણ એટલા જ ઉમદા અને દાદને પાત્ર.

નાટક સફરજન એટલે ૨૪ કેરેટનું સોનું. રંગભુમિ ઇતિહાસને પાને અને પ્રેક્ષકોના સ્મરણમાં તેની કિંમત યાદ સ્વરૂપે સોનાની જેમ વધતી જ રહેશે તેમા કોઇ બે મત ન હોઇ શકે

આલેખનઃ કૌશિક સિંઘવ

મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(3:41 pm IST)