Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં પ્રજાને સુશાસનનો અનુભવ : ભૂપત બોદર

સરકારને એક વર્ષ પૂર્ણ થતા પંચાયત પ્રમુખની શુભેચ્છા

 રાજકોટ, તા. ૧૪:  જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરએ   આજે  લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને ૧ વર્ષ પૂર્ણ થયુ છે ત્યારે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે  તેમના સફળ શાસનમાં નિર્મળતા અને નિર્ણાયકતા એકમેકના પર્યાય બની ગયા છે. ત્યારે સરળ અને નીખાલસ મુખ્યમંત્રીની ઓળખ ધરાવતા ભુપેન્દ્રભાઈ પટેલ ખરા અર્થમાં એક સાહસિક સેવક અને સરળ સ્વભાવ થી ગુજરાતની ધુરા સંભાળી રહયા છે અને સમગ્ર રાજયની પ્રજાને સુશાસનનો અનુભવ થઈ રહ્યો છે.                    

મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર ધ્વારા સર્વસ્પર્શી  અને સર્વવ્યાપી નિર્ણયો કરી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે અનેકવિધ ફેરફારો કર્યા છે. ત્યારે આવનારા સમયમાં ખેડુત, વેપારીઓ, ઉદ્યોગકારો અને યુવાનોને રોજગારીની તકો આપવાની જે પહેલ કરી છે તેનાથી આવનારા સમયનું ગુજરાત સમૃધ્ધ બનશે અને મહિલાઓ માટે સ્ત્રી સશકિતકરણની વાત કરી મહિલાઓ પણ પગભર થાય તે માટે ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી બ્યુટીપાર્લરોના સાધનો, કેટરર્સના સાધનો, સંચા જેવા સાધનો મફત મા મહિલાઓને આપી મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવાનો જે ભગિરથ પ્રયાસ કર્યો છે. તે અભિનંદનને પાત્ર છે.(

(3:43 pm IST)