Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કાનના સર્જન ડો.નિરજ સુરીની ઉપસ્થિતિમાં યોજાયો સ્પીચ થેરાપી સેમીનાર

સ્માઇલ કેર સ્પીચ એન્ડ હિયરીંગ કલીનીક દ્વારા અપાયું માર્ગદર્શન

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા પ્રમાણીત સ્પીચ થેરાપી સેન્ટર સ્માઇલ કેર સ્પીચ એન્ડ હીયરિંગ કલીનીક દ્વારા બહેરાશ ધરાવતાં બાળકોના નિદાન થાય તેમજ જેમણે કોકિલયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થયેલા છે તેને મશીનની જાણવણી કેમ કરવી અને સ્પીચ થેરાપી દ્વારા ઝડપથી બાળકોને બોલતાં કેમ કરવા તેનો મહત્વનો સેમીનાર યોજાયો રાજકોટ ખાતે યોજાયો હતો.

આ સેમિનારમાં ૨૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો બાળકોએ પોતાના કોન્ફિડન્સ બતાવતાં અહી પોતાની સ્ટોરી રજૂ કરીને બધાની દાદ મેળવી હતી. કેટલાક બાળકોએ ડાન્સ સિંગિંગ વગેરે પર્ર્ફોમન્સ આપ્યાં હતા તે જોઇને સૌ કોઇ મંત્રમુગ્ધ બન્યાં હતાં.

૨૦૦૯થી કાર્યરત સ્માઇલ કેર સ્પીચ એન્ડ હીયરિંગના કશ્યપ પંચોલીએ ં જણાવ્યું  આ કલીનિકમાં જન્મેલા બાળકોનું પણ કાનનું આધુનિક રીતે નિદાન થાય છે. આ પ્રસંગે ગાંધીનગરના કાન–નાક ગળા વિભાગના સિવિલ સર્જન ડો.નીરજ સૂરી મેડમે દ્વારા ૧૫૦૦થી વધુ ઓપરેશન કરીને બાળકોજને નોર્મલ લાઇફ આપેલ છે તેની વિગતો પણ આપવામાં આવી હતી. તેઓએ  સ્પીક અબુ નામની બુક લખી છે. 

(3:46 pm IST)