Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના અધ્યક્ષ પદેથી વયોવૃધ્ધ વડીલે રાજીનામું આપી દેવુ જોઇએ

વહીવટી તંત્ર સાવ ખાડે, સ્વ. રતિભાઇ ગોંધીયાના અથાગ પરીશ્રમથી આ સંસ્થા વટવૃક્ષ બનેલીઃ આશિષ દવે

 

 

તંત્રી  શ્રી જય ભારત સાથ જણાવવાનું કે હાલમાં ગાંધી જંયતી નજીકમાં છે. ત્યારે સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતી જે સૌરાષ્ટ્રની અગ્રગણ્ય ખાદી સંસ્થા છે. તેના વહીવટ અંગે હાલની મુલાકાતોના સંદર્ભે જે પરિસ્થિતી ઉડીને આંખે વળગે  છે. તે તરફ હાલના હોદ્દેદારોનું ધ્યાન દોરવા ઉપરાંત  સુધારાનો આ નમ્ર પ્રયાસ માત્ર છે.

કારણકે મારા મામા સ્વ. રતિભાઇ ગોંધિયાના અથાક પરિશ્રમથી સીંચાયેલી અને નવપલ્લવીત થઇ વટવૃક્ષ બનેલી સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતી હાલમાં અનિર્ણયાકતા, જરૂરી નિર્ણયોમાં અતિશય વિલંબ વગેરે ખુબજ જરૂરી એવા સંસ્થાકીય નિર્ણયોમાં'' ધકેલ પંચા દોઢસો'' જેવી નિતીનો ભોગ બની ચુકી છે તેમાં તાત્કાલીક મુળમાંથી સુધારાની સમયની માગ છે જે સમીતીના હાલના હોદેદ્દારો નહી સ્વીકારે તો પરિસ્થિતી  વધુને વધુ ખરાબ થતી જશે  તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

મારો સમગ્ર પરિવાર ખાદીવાદી પરિવાર હોવાના એકમાત્ર નિસ્વાર્થ કારણોસર આ અપીલ કરવી પડે છે. હાલના સમીતીના અધ્યક્ષ કાયમી ધોરણે અમદાવાદ મુકામે નિવાસ કરે છે. સંસ્થાના એક અન્ય મંત્રી પણ કાયમી ધોરણે ત્યાંજ રહે છે. હાલના એક મંત્રી વારંવાર નાની મોટી કોઇપણ બાબતોની મંજુરી માટે લગભગ દર અઠવાડીયે અમદાવાદ ધકકા ખાતા રહે છે. સંસ્થાના તમામ નિર્ણયો અધ્યક્ષ કરે તેવો તેમનો આગ્રહ કે દુરાગ્રહ બંને વર્ષોથી છે.

હાલના વયોવૃધ્ધ અધ્યક્ષની તંદુરસ્તી લગભગ બિસ્માર કક્ષાની થઇ ગયાની ચર્ચા છે. તેઓ કોઇ નિર્ણય સમયસર લેતા નથી. લેવા દેતા નથી, તેમને સ્મૃતીનાશ થઇ ગયાનું લોકમુખે ચર્ચાય છે. અત્યંત વયોવૃધ્ધ ઉંમર, લડખડી ગયેલુ સ્વાસ્થ, વારંવાર ભૂલી જવાની ટેવ વગેરેથીઆ ઉમદા ધ્યેયને વરેલી ખાદી સંસ્થા નવો આધાર માગી રહી છે.

મારા મતે હાલના અધ્યક્ષે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ આપી નવા નેતૃત્વની તક આપવી જોઇએ તેવુ મને લાગે છે. સ્વ. વજુભાઇ શાહ  , સ્વ.જયા બહેન શાહના પ્રમુખ કાળમાં આવી અનિર્ણાયકતાની સ્થિતી કયારેય ન હતી તે મે જાતે અનુભવ્યુ છે. સમિતીના હાલના એકટીવ મંત્રીએ વારંવાર મંજુરી લેવા અને કાગળોમાં અધ્યક્ષની સહી કરાવવા માટે છેક અમદાવાદ  ધકકા ખાતા રહેવુ પડે તે કયા સુધી યોગ્ય છે.?સમીતીની કારોબારીએ પણ નવા અધ્યક્ષની શોધ વેગવંતી બનાવી દેવી જોઇએ તેમ મારુ માનવુ છે.

જો કારોબારી જ અધ્યક્ષની હા જી હા કે જીહજુરીમાં પ્રવૃત રહે અને સમીતીના  મંત્રીઓ પણ અધ્યક્ષને સાચી વાત કહેવાને બદલે હાજી, હાજી કરતા રહે તો સુધારાની આશા અસ્થાને લાગે.

મારા મતે હાલના અધ્યક્ષે સ્વેચ્છીક નિવૃતિ જાહેર કરી પોતાના દ્વારા જ નવા  વ્યકિતની નિમણુકની કવાયત હાથ ધરવી  જોઇએ. પણ મનુષ્યની ફીતરત બદલવી મુશ્કેલ છે. તે વાકય તેમના માટે યોગ્ય લાગે છે. જાહેર માધ્યમ મારફત અપીલ કરવી તે સંસ્થાના પાયાના સિધ્ધાંતો સાથે સુસંગત નથી. ખુદમહાત્મા ગાંધીજીએ પણ આજીવન પદ કે હોદ્દા વગર સેવા કરી હતી. ત્યારે આ પ્રકારનું જડ વલણ કે''હું જ અધ્યક્ષ રહુ બીજા કોઇ નહી જ નહી. તેવુ લોકશાહીમાં ચાલે નહી સંસ્થા છે અધ્યક્ષની બાપ કમાઇની પેઢી નથી તે વાત તેમને યાદ અપાવવાની સંબધીત તમામની  જવાબદારી છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ખાદી વેચાણ-વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.ત્યારે આ લાગણી તેમના સુધી પહોંચાડવાની સૌની ફરજ છે અને આ કડવી ફરજ બજાવવા હું તૈયાર છું.  માત્ર વેચાણના આંકડા પ્રસિધ્ધ કરવાથી  સંસ્થાકીય માળખુ તંદુરસ્ત નથી બની જતુ તે  હોદ્દેદારો એ માનવુ અને સમજવુ રહ્યું. સંસ્થા અંદરથી નિર્ણયના સ્તર ઉપર લડખડી ચુકી છે.

આ ઉપરાંત હાલના સંજોગોમાં કયાય  પણ સુસંગત અને ન્યાયી ન ઠેરવી શકાય તેવા કાર્યકરોના અત્યંત નિચા પગાર ધોરણો અને સંસ્થાના સ્વેચ્છીક નિવૃત કાર્યકરો અને  નિવૃતોને હકક હિસ્સાની રકમો આપવાની આડોડાઇ, નિર્ણય લાંબા સમય સુધી ન લઇ હેરાન કરવા જેવા પ્રાણપ્રશ્નો તો ખરા જ.

આશા છે આ અપીલ પાછળનો સાચો મર્મ પારખી સંસ્થાના અધ્યક્ષ સ્વેચ્છીક રાજીનામુ આપી સમીતીને પ્રગતિના પંથે લઇ જ જવામાં મદદ કરશે. વેચાણ દર્શાવવુ તે ઉન્નતીની પારાશીશી નથી તે માત્ર ખાદી ઉપર અપાતા વળતરનુ પ્રતિબિંબ છે. (૩૯.૩)                                     

                       લિ.    

                    આશિષ યોગેન્દ્રભાઇ દવે

સ્વ. રતિભાઇ ગોંધિયાના ભાણેજ

રાજકોટ,મો.નં.૭૦૬૯૮૨૭૩૭૦                                                

(3:48 pm IST)