Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રામકૃષ્‍ણનગરમાં ગણેશ પુજન

રામકૃષ્‍ણનગર-૪ ખાતે ભારત તિબત સંઘના મહિલા વિભાગ દ્વારા ગણેશ આરતી પુજા અને પ્રસાદનું આયોજન કરાયુ હતું. મહાનગર મહિલા અધ્‍યક્ષ શ્રીમતી દિવ્‍યાબેન ભટ્ટ, જિલ્‍લા અધ્‍યક્ષ શ્રીમતી ડો.રીનાબેન દવે દ્વારા સમગ્ર આયોજન કરાયુ હતું. લતાબેન ચૌહાણ, શ્રીમતી જાન્‍હવીબેન ગોહીલ, શ્રીમતી નીતાબેન સુરેજા, જાનવીબેન ચૌહાણ પ્રાંતમાંથી ડો.નિખીલભાઇ ભટ્ટ, રાજેશભાઇ તથા રાષ્‍ટ્રીય કાર્યકર્તા શ્રીમતી ભાવનાબેન કે.જોશીપુરા, કોર્પોરેટ ચેતનભાઇ સુરેજા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ગુજરાત પ્રાંત મહિલા વિભાગની અધ્‍યક્ષ ડો. મૃણાલીનીબેન ઠાકર, તથા મહાનગર અધ્‍યક્ષ યોગીનભાઇ છનિયારા પી.ડી.ઠાકર, ડો.વિજય પીઠડીયા, ડો.અર્જુન દવે, વિગેરેએ શુભેચ્‍છા પાઠવી હતી. સફળ સંચાલન માટે પ્રતિકભાઇ દવે, રામકૃષ્‍ણનગર શેરી નં.-૪, આસપાસના તમામ પરિવારોએ ઉત્તમ સહયોગ આપેલ તેમ ડો.રીનાબેન દવેની યાદીમાં જણાવાયુ છે.

(3:59 pm IST)