Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગૌ પર્યાવરણ અને આધ્‍યાત્‍મક ચેતના પદયાત્રા કાલે રાજકોટમાં: સ્‍વાગત- શોભાયાત્રા

હલ્‍દીઘાટીથી દેશભરમાં ૩૧ વર્ષ સુધી પદયાત્રા કરનાર : સાધ્‍વીદીદીનું ગૌકથા વિષે વકતવ્‍ય, ગૌ પ્રેમીઓના પ્રશ્નોના જવાબ આપશે

રાજકોટઃ ક્રાંતિકારી ગૌભકત સંત મંડળી મહારાણા પ્રતાપની સમર ભૂમિ હલ્‍દીઘાટીથી પગપાળા ગામે ગામે શહેર શહેરમાં ગૌકથા કરતા કરતા સૌભાગ્‍યવશ રાજકોટમાં આવી રહ્યા છે. આ યાત્રામાં વામીની ગૌ મૈયા સખા શ્રી ગોપાલજી પોતાની ગૌભકત મંડળીની સાથે આવી રહ્યા છે. સાધ્‍વી દીદી એક કલાક અદ્દભુત અદ્વિતીય પ્રભાવશાળી અને ક્રાંતિકારી ગૌકથા પીરસશે. ગૌ કથા સાંભળવાનો ગૌ પ્રેમી જનતાને સુવર્ણ અવસર આવતીકાલે આત્‍મીય કોલેજ ઓડિટોરિયમ ખાતે સર્વે ગૌ પ્રેમીઓને મળશે. સમગ્ર ગૌ ભકતો દ્વારા આ પદયાત્રાનું સ્‍વગાત કરવામાં આવશે.

આવતીકાલે તા.૧૪ બુધવારે આત્‍મીય કોલેજ ખાતે સાંજે ૪ કલાકે ભવ્‍ય શોભાયાત્રા તેમજ સાંજે ૮:૩૦ કલાકે આત્‍મીય કોલેજ ઓડિટોરીયમ, કાલાવડ રોડ ખાતે ભવ્‍ય ગૌ કથા યોજાશે. આ ગૌ કથામાં ગાયને માતા શા માટે કહેવાય તેના વ્‍યાવહારિક અને શાષાોકત કારણ, પહેલી રોટલી ગૌ માતાને શા માટે ના ખવડાવાય તેનું વ્‍યાવહારિક કારણ, બધા તીર્થોની યાત્રા, વિશાળ ભંડારો અને ૩૩  કોટી દેવતાઓની પૂજાનું ફળ ગૌ માતાની કૃપાથી ઘરે બેઠા કેવી રીતે મેળવી શકાય વિ. અંગે વકતવ્‍ય અને પ્રશ્નોના જવાબ અપાશે.

આ યાત્રાની વાત કરીએ તો આ યાત્રા ૩૧ વર્ષ સુધી ગૌરક્ષા ગૌસેવા પર્યાવરણ એન સમાજ સુધારા માટે પોતાનો આશ્રમ છોડી ઉઘાડા પગે ગામો ગામ ફરી જાગૃતિ કરી રહ્યા છે. આ સંત મંડળી ૩૧ વર્ષ સુધી અન્‍નનો ત્‍યાગ કરી ફકત ફળ અને દૂધ લઈ ગૌરક્ષા માટે સંઘર્ષ કરશે. આ પદયાત્રાને ૯ વર્ષ પૂર્ણ થઈ ચૂકયા છે.

કાર્યક્રમની વિશેષ માહિતી માટે મો.૯૪૦૯૬ ૯૨૬૯૧/ મો.૯૪૨૬૨ ૧૬૧૭૨ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગિરગંગા પરિવાર,  ડો.વલ્લભભાઈ કથીરિયા, રમેશભાઈ ઠકકર- ગિરિરાજ હોસ્‍પિટલ, કાંતિભાઈ- સહજાનંદ ગૌશાળા, ચંદ્રેશભાઈ- કિશન ગૌશાળા, ભારતી કિશન સંઘની સમગ્ર ટીમ, સેન્‍જલભાઈ મહેતા- સંવેદના અબોલ જીવોની તેમજ રાજકોટના ગૌ પ્રેમીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં સર્વશ્રી સેંજલ મહેતા, માધવજીભાઈ પાંભર અને સુનિલભાઈ નાયર નજરે પડે છે.

(4:04 pm IST)