Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજસમઢીયાળામાં ઔદ્યોગિક વસાહત આકાર લેશે

સુવિધા અને સલામતીના વચન સાથે ઉદ્યોગકારોને હરદેવસિંહનું આહવાનઃ રોજગારી વધશે

રાજસમઢીયાળા ખાતે ઔદ્યોગીક વસાહતના આયોજન અંગે સ્‍થાનિક અગ્રણી હરદેવસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપેલ તે પ્રસંગેની તસ્‍વીર (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)(૬.૨૯)

રાજકોટ તા. ૧૩ : શહેરથી વીસેક કિલોમીટરના નજીકના અંતરે ભાવનગર રોડ પર અવોલા રાજસમઢીયાળા ગામે ખાતે આજે સ્‍થાનિક નેતૃત્‍વ સંભાળતા સહકારી અગ્રણી હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે સૌરાષ્‍ટ્રના પાટનગર જેવા રાજકોટમાં હવે બહુવિધ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે. એ સંયોગોમાં અમે સમગ્ર ગુજરાત ઉદ્યોગપતિઓ અને બાંધકામ ક્ષેત્રેના અગ્રદ્દતોને અહી આહવા માટે  આહવાન આપીએ છીએ અહી ચોતરફ કુદરતી વાતાવરણ છે. જમીનના જળસ્‍તર ઘણા ઉંચા છે. તથા નજીકના એનક ગ્રામવિસ્‍તારોમાંથી વ્‍યાજબીદરના માનવશ્રમિકોનો મોટો સમુદાય ઉપલબ્‍ધ છે તેથી અહી આધુનિક સુવિધા અને સલામતી સાથે નવી ઔદ્યોગીક વસાહન વિકસાવવાનું નકકી કર્યું છે

રાજસમઢિયાળામાં જ યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધન કરતા. હરદેવસિંહ જાડેજાએ કહ્યું કે સમગ્ર ગુજરાતમાં અમારૂ આ વતન અનેક કારણોસર જાણીતું છે.

રાજકોટની હાલની વિવિધ જી. આઇ. ડી. સી.ની તુલનામાં અહી હાલ જેનું કામકાજ સોળેય કળાએ ચાલે છે તે પીપાવાવ બંદર પણ ઘણું જ નજીક છે. કોઇ પણ આંતરરાષ્‍ટ્રીય દરજ્‍જાના ઉત્‍પાદન યુનિટો કે નિકાસપાત્ર ઉદ્યોગ સામગ્રી માટે રાજસમઢીયાળા મહતવનું કેન્‍દ્ર પુરવાર થશે. ભારતમાં સ્‍માર્ટ વિલેજ તરીકે અમારા ગામની પ્રસિધ્‍ધી છ.ે ત્રણ દાયકાથી અહી ક્રાઇમ રેટ ઝિરો છે. ગામમાં મહતમ નિવાસો ઇકો-ફ્રેન્‍ડલી હોવાને કારણે વિવિધ એવોર્ડ પણ મળ્‍યા છે. એક જમાનામાં અહી ૧૬૦૦ વૃક્ષો હતા, આજે ગાતળની જમીનમાં ૬પ,૦૦૦ વૃક્ષોની લીલછમ ઘટા  છ.ે

હરદેવસિંહ જાડેજાએ જણાવેલ કે હવે અમરા આ પ્રદેશનો ઔદ્યોગીક વિકાસ થશે જ કારણ કે એ અમારો સંકલ્‍પ છે. અમારો અનુભવ છે. રાજસમઢીયાળા ગ્રામ પંચાયત તરફથી અહી આવનારા દરેક પ્રકારના ઉદ્યોગોને સંપૂર્ણ સહકાર મળશે. અમે અમારા ગામને વિકાસ સાથે જોડવા ચાહીએ છીએ. નેશનલ હાઇવેના કિનારે જ રાજસમઢીયાળા છે. પાંચકે હજાર લોકોને રોજગારી મળશે.

હરદેવસિંહે જણાવેલ કે રાજકોટની દરેક દિશામાં સૌથીનીચા જમીનના ભાવ જેથી ઇન્‍ડસ્‍ટ્રીઝને સ્‍થાપના ખર્ચ ઓછો પડે અને ગ્રોથની પુરી તક છ.ે રાજકોટથી ભાવનગર હાઇવે નવો અને ફોર ટ્રેક છે અમદાવાદ-ગોંડલને જોડતો રપ૦ ફુટનો રોડ ડેવલપ થઇ ગયો છે, તેથી અમદાવાદ રોડથી અમારી કનેકટીવીટી ખૂબ જ સરળ થઇ ગઇ છે. એકાદ વર્ષના ટુંકા ગાળામાં રાજસમઢીયાળાની ફરતે ઘણી મોટી ઔદ્યોગીક વસાહતો હશે જ  અમારી નજીક અમુલ ડેરીનો પણ ૧૧૬ એકરમાં મોટો પ્‍લાન આવે છે. એક મોટી ઔદ્યીગીક વસાહત પણ અમારા એરીયામાં આવે છે.ે કુલ ૧૪૦ એકરમાં (હાલ ખાનગી વીડી છે) વારના રૂા.૩ હજાર આસપાસના ભાવથી પ૦૦ જેટલા પ્‍લોટીંગ કરી જુદા જુદા ઉદ્યોગો માટે આંતરમાળખાકીય સુવિધા સાથેનું ઔદ્યોગીક સંકુલ વિકસાવવાનું આયોજન છે વિકાસની જવાબદારી આર.કે. ગ્રુપે સંભાળી છે. સરકારની કોઇ ભુમિકા નથી પંચાયતના સહકારથી નમૂનેદાર ઔદ્યોગીક વસાહત બનશે.

(4:06 pm IST)