Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

શહેર એક કલાકમાં જળબંબાકાર

રાજકોટ : શહેરમાં સતત ત્રીજા દિવસે એટલે કે ગઇકાલે સાંજે ૭ વાગ્‍યે વિજળીના ભારે કડાકા - ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. અચાનક જોરદાર વરસાદ આવવાથી વાહન ચાલકોમાં અફડા-તફડી મચી ગઇ હતી. શહેરના જુદા-જુદા ઝોનમાં તા. ૧૨ના રોજ બપોરે ૧૨ વાગ્‍યાથી તા. ૧૩ના બપોરના ૧૨ વાગ્‍યા સુધીમાં ઇસ્‍ટ ઝોનમાં ૩૨ મીમી, વેસ્‍ટ ઝોનમાં ૫૪ મીમી, સેન્‍ટ્રલ ઝોનમાં ૩૫ મીમી સહિત સરેરાશ ૪૦.૩૩ (૧.૫૮ ઇંચ) વરસાદ ફાયરબ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના મવડી, નાના મવા, આઇ.પી. મીશન સ્‍કુલ પાસેના સર્વિસ રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા ચોકડી સહિતના વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:05 pm IST)