Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ખાદ્યતેલોમાં વધુ ૨૦ રૂા.નો ઉછાળોઃ સીંગતેલ ડબ્‍બાના ભાવ ર૯૦૦ રૂા.ની સપાટી ભણી

બે દિ'માં સીંગતેલમાં ૪૦ રૂા.નો ભાવધારોઃ કપસીયા તેલમાં પણ ર૦ રૂા. વધ્‍યાઃ સટ્ટાકીય તેજી કયારે અટકશે?: લોકોમાં પુછાતો પ્રશ્ન

રાજકોટ, તા., ૧૩: ખાદ્યતેલોમાં ફરી એકતરફી સટ્ટાકીય તેજી શરૂ થઇ હોય તેમ સતત બીજા દિવસે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ર૦ રૂા.નો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં વરસાદને કારણે મગફળીની સીઝન લેઇટ થશે તેવા અહેવાલે આજે સીંગતેલમાં વધુ ર૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૬૮૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૭૦૦ રૂા. ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૮ર૦ થી ર૮૭૦ રૂા. હતા. તે વધીને ર૮૪૦ થી ર૮૯૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. બે દિ'માં સીંગતેલ ડબ્‍બે ૪૦ રૂપીયાનો નોંધપાત્ર ભાવવધારો થયો હતો અને  સીંગતેલ ડબ્‍બાનો ભાવ ર૯૦૦ રૂપીયાની સપાટી તરફ સરકી રહયો છે.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ વધુ ર૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧રપ૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧ર૭૦ રૂા. થયા હતા. કપાસીયા ટીનના ભાવ  ૨રપ૦ થી ર૩ર૦ રૂા. હતા તે વધીને રર૭૦ થી ર૩૪૦ રૂા. થયા હતા.

કાચા માલની અછતના બહાને સટ્ટોડીયાઓ ભાવવધારાનો ખેલ પાડતા હોવાની ચર્ચા વચ્‍ચે ખાદ્યતેલોમાં સટ્ટાકીય તેજી કયારે અટકશે? તેવો પ્રશ્ન લોકોમાં પુછાઇ રહયો છે.

(4:06 pm IST)