Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કેપીએસ કલબ દ્વારા ‘સત્‍યસાંઈ રોડ કા રાજા' ગણપતિ મહોત્‍સવની ઉજવણી

રાજકોટ : વિશ્‍વસ્‍તરે પથરાયેલા પાટીદારોએ સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટમાં વેપાર-ધંધા અર્થે મોટી સંખ્‍યામાં વસવાટ કર્યો છે. સેવા, સંગઠન અને સુરક્ષાના મંત્ર સાથે વિવિધ સફળ પાટીદાર ઉદ્યોગપતિઓના નેજા હેઠળ KPS કલબની રચના કરી છે. KPS કલબ તથા પાવન ઉત્‍સવ ગુ્રપ સાથે મળીને ‘સત્‍યસાંઈ રોડ કા રાજા' ગણપતિ મહોત્‍સવનું જાજરમાન આયોજન કરાયુ હતુ. કલબના ચેરમેન સંદિપભાઈ માકડીયા, વાઈસ ચેરમેન બિપીનભાઈ બેરા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઈ ચાપાણી, જોઈન્‍ટ સેક્રેટરી નરેન્‍દ્રભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. કલ્‍પેશભાઈ ઉકાણી, અતુલભાઈ ભુત અને યોગેશભાઈ કાલરીયાએ જણાવ્‍યા મુજબ આ ગણપતિ મહોત્‍સવમાં દરરોજ આરતીમાં શહેરના ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને રાજકીય મહાનુભાવોએ લાભ લીધો હતો. રાત્રે અનેકવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો ગોઠવાયા હતા. ગણપતી મહોત્‍સવમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયના મંત્રી કિરીટસિંહ રાણા, સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, અગ્રણી ઉદ્યોગપતિઓ શિવલાલભાઈ આદ્રોજા, મુળજીભાઈ ભીમાણી, નાથાભાઈ કાલરીયા, રામજીભાઈ પનારા, દિલીપભાઈ ધરસંડીયા, કાંતીભાઈ માકડીયા, કાંતીભાઈ ઘેટીયા, વિનુભાઈ મણવર, પોલીસ કમિશ્‍નર રાજુ ભાર્ગવ, એસ.ઈ.પી. ખુર્શીદ અહેમદ, ક્રાઈમ બ્રાન્‍ચ પી.આઈ. જે.વી. ધોળા, વી.પી.જાડેજા, તાલુકા પી.આઈ. મેહુલ ગોંડલીયા, મેયર પ્રદિપભાઈ ડવ, ડેપ્‍યુટી મેયર દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્રાજ, અંજલીબેન રૂપાણી, શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, મંત્રી રધુભાઈ ધોળકીયા, કિરણબેન માકડીયા, યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ, નિલેશ ચુડાસમા, કિશન ટીલવા, હર્ષિત કાવર, મુનનાભાઈ કાલરીયા, નિતીનભાઈ બાવરીયા, કોર્પોરેટરો ચેતનભાઈ સુરેજા, જયોત્‍સનાબેન ટીલાળા, કેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખ રજની ગોલ, તથા વોર્ડ નં. ૧૦ અને ૮ ના કોર્પોરેટરો અને સંગઠનના  પદિધિકારીઓ, શિ૯પન શ્‍યામલ ગુ્રપના ભરતભાઈ ડઢાણીયા, અમીતભાઈ ત્રાંબડીયા, સમીરભાઈ કાલરીયા, પરેશભાઈ ગોહેલ, હસમુખભાઈ ઉકાણી, બીપીનભાઈ ખાચર, આર.એસ.એસ.ના જગતભાઈ વ્‍યાસ, વિજયભાઈ કોઠારી, રવિભાઈ ગોંડલીયા, દિપકભાઈ ગમઠા, ડો. હિરેન ઠુંમર, સચીન દોશી, રોહીત વૈષ્‍નાણીએ આરતીનો લાભ લીધો હતો. બાળકો માટે કલરીંગ કોમ્‍પીટીશન, વેશભુષા તેમજ બહેનો માટે રંગોળી, લાડુ, આરતી હરીફાઈ, રાસ ગરબા હરીફાઈ, તેમજ હાસ્‍ય દરબાર, ટેલેન્‍ટ શો, કાન ગોપી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા. સમગ્ર ગણપતિ મહોત્‍સવને સફળ બનાવવા માટ  KPS કલબના અને પાવન ઉત્‍સવ ગુ્રપ વાકેન્‍દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ વાછાણી, હેમેન્‍દ્રભાઈ ખુમાણ, અમીત હદવાણી, ગોપીભાઈ ત્રાંબડીયા, પ્રફુલભાઈ ભુત, વિપુલભાઈ પુરોહીત, કીરીટભાઈ બોરીચા, કિરણભાઈ ફળદુ, ભગીરથસિંહ પરમાર, વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:07 pm IST)