Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

દુષ્‍કર્મ-પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૧૩: પોકસો કેસના આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧૧-૭-રર ના રોજ મહિલા પોલીસ સ્‍ટેશનમાં મહિલાએ પોકસોના ગુન્‍હાની ફરીયાદ નોંધાવેલ અને જણાવેલ કે આરોપીઓ દ્વારા તેમને મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્‍કર્મ આચરેલ છે. તે ગુન્‍હામાં પોલીસ આરોપી (૧) ધ્રુવ જેઠૂરભાઇ હુંબલ રહે. ન્‍યુ સાગર સોસાયટી કોઠારીયા મેઇન રોડ તથા આરોપી (ર) રાજેશ ખીમાભાઇ બકુત્રા રહે. ન્‍યુ સાગર સોસાયટી કોઠારીયા મેઇન રોડ વાળાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.

આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા આરોપી ધ્રુવ જેઠૂરભાઇ હુંબલ એ રેગ્‍યુલર જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્‍હો છે. આવા ગુન્‍હા દીન-પ્રતિદિન વધતા જાય છે. આવા ગુન્‍હાના આરોપીને જામીન આપવા જોઇએ નહીં તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:15 pm IST)