Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ત્રણ લાખનું વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૧૩: મિત્રતાના સબંધે આપેલા નાણાં પરત ન આપતા થયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમ રૂ. ૩,૦૦,૦૦૦/- રૂપિયાનું વળતર ચુકવવાનો હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

સદર બનાવની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી રાજેશભાઇ બાબુભાઇ જોશી એ હીતેશભાઇ સુખલાલ ગણાત્રા ને મિત્રતાના સબંધે રૂા. ૩,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પુરા હાથ ઉછીના આપેલા. અને જે રકમ ફરીયાદી રાજેશભાઇ બાબુભાઇ જોશી એ આપતી વખતે આરોપી હીતેશભાઇ સુખલાલ ગણાત્રા એ એવી ખાતરી આપેલી કે આ રકમ તમો પરત માંગો ત્‍યારે હું આપી દઇશ. જેથી ફરીયાદી રાજેશભાઇ બાબુભાઇ જોશી એ જયારે રકમ પરત માંગતા આરોપી હીતેશભાઇ સુખલાલ ગણાત્રા એ ફરીયાદીન.ે લેણી રકમ રૂા. ૩,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પુરાનો ચેક આપેલો અને જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ તેમ છતાં આરોપીએ રકમ પરત ન ચુકવતા ફરીયાદીએ રાજકોટની ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટ સમક્ષ નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલી.

આ કામમાં કોર્ટ દ્વારા આરોપી હીતેશભાઇ સુખલાલ ગણાત્રા ને સમન્‍સ ઇસ્‍યુ કરેલ અને જે સમન્‍સ ધોરણસર રીતે આરોપીને બજી ગયેલ અને નામદાર કોર્ટ દ્વારા આરોપીની પ્‍લી લીધેલ ત્‍યારબાદ આ કામના આરોપી કોર્ટમાં સતત અને સતતા ગેરહાજર રહેતા હોય દ્વારા ઘણી વખત વોરંટ ઇસ્‍યુ કરવામાં આવેલ તેમ છતાં પણ આરોપી નામદાર કોર્ટમાં હાજર રહેતા ન હોય ફરીયાદીના એડવોકેટ દ્વારા આરોપી તરફે ઉલટતપાસનો હકકબંધ કરવાની અરજી કરવામાં આવેલી જેથી કોર્ટ દ્વારા આરોપીનો ઉલટતપાસનો હકક બંધ કરવામાં આવેલો ત્‍યારબાદ આરોપી સતત કોર્ટમાં ગેરહાજર રહેતા હોય કોર્ટ દ્વારા આરોપીના વિશેષ નિવેદનનો પણ હકક બંધ કરવામાં આવેલ અને ત્‍યારબાદ નામદાર કોર્ટ દ્વારા આરોપીની ફાઇનલ દલીલનો હકક બંધ કરવામાં આવેલ અને ગત તા. ૦૩/૦૯/ર૦રરના રોજ કોર્ટ દ્વારા આરોપી હીતેશભાઇ સુખલાલ ગણાત્રાને ૧ વર્ષની સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલ અને ફરીયાદી રાજેશભાઇ બાબુભાઇ જોશીને ચેક મુજબની રકમ રૂા. ૩,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પુરા વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવેલો અને જો આ વળતરની રકમ ફરીયાદીને પરત ન ચુકવે તો વધુ ૩ માસની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં ફરીયાદી રાજેશભાઇ બાબુભાઇ જોશી તરફથી રાજકોટના એડવોકેટ ભાર્ગવ ડી. બોડા, રાહુલ બી. મકવાણા, અશ્‍વિન ડી. પાડલીયા, રવિરાજ રાઠોડ, કુણાલ એસ. વિંઘાણી, શુભમ એન. કીયાડા રોકાયેલા હતા.

(4:17 pm IST)