Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

હાઇકોર્ટમાં ફોર્જ ડોક્‍યુમેન્‍ટ રજૂ કરવાના મામલે વકીલ સહિત બેની આગોતરા જામીન અરજી રદ્દ

રાજકોટ એન્‍જીનિયરીંગ એસો.ના પૂર્વ પ્રમુખ વિરૂધ્‍ધની ફરિયાદના મામલે

રાજકોટ તા. ૧૩ : રાજકોટના એન્‍જીનીયરીંગ એશોસીયેશનના પુર્વ પ્રમુખ ગોકુલ સગપરીયા તેની સામેની બળાત્‍કારના કેસની ફરીયાદ રદ કરાવવા હાઈકોટમાં કરેલ પીટીશનમાં ગોકુલ સગપરીયાએ દિનાબેન સોલંકીના નામની મહીલાની બનાવટી સહી વાળી અરજી સોગંદનામા સાથે રજુ કરી દુષ્‍કર્મની ફરીયાદ રદ કરાવવા હાઈકોટને ગેરમાર્ગે દોરવા કરેલ કોશીષવાળા કેસમાં ગોકુલ સગપરીયા સાથે મળી જવા અંગે સંજય પંડીત તથા ડોલી બીરવાણની આગોતરા જામીન અરજી રાજકોટના એડી. સેશન્‍સ જજ બી.બી. જાદવ નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, ફરીયાદીએ અગાઉ ગોકુલ બાબુભાઈ સગપરીયા વીરૂધ્‍ધ દુષ્‍કર્મની ફરીયાદ નોંધાવેલ હોય જે કામમાં ફરીયાદીએ વકીલ તરીકે સંજય પંડીતને રોકેલ હોય તેની સાથે ફરીયાદીને અણબનાવ બનતા ફરીયાદીએ વકીલ તરીકેથી હટાવી દીધેલ હોય જેથી આરોપીઓએ ફરીયાદી તથા દિનાબેનના પતિ વચ્‍ચેના ગેરકાયદેસરના ખોટા સબંધો બતાવી ફરીયાદીના ચારીત્રને નુકશાન થાય તે ઈરાદાથી ગોકુલ સગપરીયાની પીટીશનને ફાયદો થાય અને ફરીયાદીની ગોકુલ સગપરીયા સામેની બળાત્‍કારની ફરીયાદ રદ થાય તેવા બદ હેતુથી દિનાબેન સોલંકીનો સ્‍વાંગ રચી તેણીના નામની ખોટી અરજી ઉભી કરી તે અરજીમાં ખોટી, બનાવટી સહી કરી તે બનાવટી હોવાનું જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે ખોટુ સોગંદનામું કરી પુરાવા તરીકે ખોટુ કથન તેમજ ખોટો એકરાર કરી ખોટો પુરાવો આપી ખોટા નામે ઠગાઈ કરી સમાન ઈરાદો પાર પાડવા કાવત્રાને અંતીમ અંજામ આપી એકબીજાને મદદગારી કર્યા સબંધેની (૧)ડોલી બીરવાણ (૨) સંજય પંડીત (૩) ગોકુલ સગપરીયા વીરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદી દ્વારા તા.૧૮/૦૮/૨૦૨૨ ના ગુન્‍હો દાખલ કરાવવામાં આવેલ.

ઉપરોક્‍ત ફરીયાદ અન્‍વયે સંજય પંડીત તથા ડોલી બીરવાણે પોતાની સંભવીત ધરપકડ સામે રાજકોટની સેશન્‍સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલ હતી.

બંને પક્ષેની તમામ રજુઆતો તેમજ એફ.આઈ.આર. ના કન્‍ટેઈન્‍સ લક્ષે લેતા બંને અરજદારોએ અલગ અલગ કરેલ બંને અરજીઓ નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં સરકાર તરફે પરાગ એમ. શાહ તથા ડોલી બીરવાણીની જામીન અરજીમાં મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, કરણ ડાભી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, ભાવીક ફેફર, કિશન માંડલીયા, મીહીર દાવડા રોકાયેલા હતા.

(4:17 pm IST)