Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગાંધીગ્રામ-એ.જી.ચોકના હોકર્સ ઝોનમાં મનપાની ફુડશાખા ત્રાટકીઃ ૩૪ સ્‍થળોએ ચેકીંગઃ ૧૩ ને નોટીસ

રાજકોટઃ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે લાખના બંગલાવાળો રોડ તથા કાલાવડ રોડ, એ. જી. ચોક (હોકર્સ ઝોન)ના ૩૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૧૩ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ, ઘી, મસાલા, બેકરી પ્રોડક્‍ટ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૧૧ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમ્‍યાન (૧)સાઈનાથ ટી સ્‍ટોલ  (૨)ક્રિશ્ના પાન  (૩)મીરા જનરલ સ્‍ટોર (૪)અંશ મેડિકલ સ્‍ટોર (૫)શિવ પાર્લર(૬)શ્રી જનરલ સ્‍ટોર (૭)પ્રમુખ મેડિકલ સ્‍ટોર (૮)બાલાજી દાળપકવાન (૯)દિલખુશ પાણીપુરી  (૧૦)વેજ મોમોસ (૧૧)દુર્ગા ચાઇનીઝ  (૧૨)મહાદેવ લાઈવ તડકા (૧૩)માહિર ચાઇનીઝ ્રૂ પંજાબી સહિત ૧૩ને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

(4:22 pm IST)