Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

તમારો દિકરો છોકરીની પાછળ જાય છે કહી જીવનનગરના રાજેશભાઇ બોરીચા પર હુમલો

રાજકોટ તા. ૧૩: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે જીવનનગર-૩માં રહેતાં અને કુરીયર કંપનીમાં કામ કરતાં રાજેશભાઇ વલ્લભભાઇ બોરીચા (કુંભાર) (ઉ.૪૨) પર રાતે દસેક વાગ્‍યે મોહિત ધોબી, હર્ષિલ સહિતે પીવીસી પાઇપથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.

રાજશેભાઇએ કહ્યું હતું કે એકાદ વર્ષ પહેલા મારો દિકરો મીત એક છોકરી સાથે બોલતો હતો. પરંતુ એ પછી તેણે વાતચીત બંધ કરી દીધી હતી. બે દિવસ પહેલા ફરીથી મારા દિકરા પર આરોપ મુકાયો હતો કે તે છોકરીની પાછળ જાય છે. ગઇકાલે આ બાબતે ફોન આવતાં ફોનમાં કોથળી વીંટી હોઇ પોતે મોટા અવાજે વાત કરતાં હોઇ ખાર રાખી મોહિત સહિતે ઘરે આવી હુમલો કર્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:23 pm IST)