Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

બજરંગ ટ્રસ્‍ટ દ્વારા રાશન કીટનું વિતરણ

‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા''ના ધ્‍યેયની વરેલી સેવા સંસ્‍થા બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ દ્વારા તાજેતરમાં ૧૧પ જરૂરિયાતમંદ લોકોને ગોળ, ખાંડ, પાપડ, નમક તેમજ છાસના પેકેટ સહીતની અનાજની કીટનું વિતરણ થયેલ, જેનો પ્રારંભ પારી રતિલાલ મણીલાલ વાળા દિનેશભાઇ જસુભાઇ પારીના હસ્‍તે થયો હતો, પ્રમુખ સ્‍થાને છોટાલાલ લાધાભાઇ રાજવીર ચેરી. ટ્રસ્‍ટ વાળા મહેન્‍દ્રભાઇ રાજવીર તેમજ અતિથી વિશેષ તરીકે દિલીપભાઇ ચંદારાણા, ગીરીશભાઇ વસાણી, ડો. કેતનભાઇ ભીમાણી, કનુભાઇ રાચ્‍છ, ડો. પુનિતભાઇ શુકલ, એડવોકેટ ચંદ્રકાન્‍ત દક્ષિણી તથા લલિતચંદ્ર શાહી શ્રી રાજા રમણભાઇ કોટક, મધુબેન જોશી, ચંદુભાઇ ગોળવાળા, રાજુભાઇ બુધ્‍ધદેવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્‍ટીઓ કે. ડી. કારિઆ, રોહિતભાઇ કારિઆ, ધેર્યભાઇ રાજદેવ, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ તથા કાર્યકરો મનુભાઇ ટાંક, પ્રવીણભાઇ ગેરિયા, દિનકરભાઇ રાજદેવ, જીતુભાઇ દામાણી સહિતના અસંખ્‍ય કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી.

(4:23 pm IST)