Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ભુપેન્‍દ્રભાઇ પટેલના એક વર્ષના શાસનમાં સર્વસ્‍પર્શી-સર્વ વ્‍યાપી નિર્ણયોઃ કમલેશ મિરાણી

રાજકોટ તા. ૧૩: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે રાજયના લોકલાડીલા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના મુખ્‍યમંત્રી તરીકેના કાર્યકાળને ૧ વર્ષ પૂર્ણ થયું છે ત્‍યારે શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના સફળ શાસનમાં નિર્મળતા અને નિર્ણાયકતા એકમેકના પર્યાય બની ગયા છે.

સરળ વ્‍યકિતત્‍વની છાપ ધરાવતા રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વવાળી ભાજપા સરકાર દ્વારા સર્વસ્‍પર્શી અને સર્વવ્‍યાપી નિર્ણયો કરી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે અનેકવિધ ફેરફારો કર્યા છે. ત્‍યારે આવનારા સમયમાં ખેડુત, વેપારીઓ, ઉદ્યોગકારો અને યુવાનોને રોજગારીની તકો આપવાની જે પહેલ કરી છે તેનાથી આવનારા સમયનું ગુજરાત સમૃધ્‍ધ બનશે. મહિલાઓ માટેસ્ત્રી સશકિતકરણની વાત કરી મહિલાઓ પણ પગભર થાય તે માટે સક્રીય પ્રયાસો હાથ ધર્યા છે.

આમ વિકાસની રાજનિતિનો નવો યુગ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકસાવ્‍યો છે, ત્‍યારે ખરા અર્થમાં નરેન્‍દ્રભાઇ મોદીનો મંત્ર ‘સૌનો સાથ સૌના વિકાસ, સૌના પ્રયાસ, સૌના વિશ્‍વાસ'ને ખરા અર્થમાં સાર્થક થયો છે. એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું છે. 

(4:24 pm IST)