Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

માલધારી સોસાયટીમાં હોર્ન વગાડવાની ના પાડતાં ભરવાડ બંધુ પર કડાથી હુમલો

જીવણ અને જગદીશને ઇજાઃ જીવણ રિક્ષા લઇને જતો હતો ત્‍યારે પાછળ પવા ભરવાડનો ડ્રાઇવર સાવન દૂધની ગાડીનું બેફામ હોર્ન વગાડતો હોઇ ડખ્‍ખો

રાજકોટ તા. ૧૩: માર્કેટ યાર્ડ પાછળ માલધારી સોસાયટી શક્‍તિ ડેરી પાસે રહેતાં રિક્ષાચાલક જીવણ રામાભાઇ ફાંગલીયા (ઉ.૩૬) અને સાડીના કારખાનામાં કામ કરતાં તેના ભાઇ જગદીશ રામાભાઇ ફાંગલીયા (ઉ.૩૪) પર તેના જ વિસ્‍તારના પવો ભરવાડ, તેના ડ્રાઇવર સાવન સહિતે લાકડી-કડાથી હુમલો કરી માર મારતાં બંને ભાઇઓને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સામે સાવન કેશુભાઇ ડાભી (ઉ.૨૦) પણ પોતાને હકો, મુન્‍નો સહિતે માર માર્યાની રાવ સાથે દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

જીવણના કહેવા મુજબ પોતે રિક્ષામાં લીલુ ભરી ઘરે જતો હતો ત્‍યારે પાછળ પવાનો ડ્રાઇવર સાવન દૂધની ગાડી લઇને આવતો હોઇ અને તે સતત બેફામ હોર્ન વગાડતો હોઇ આગળ ખાડા હોઇ તેને સારો રસ્‍તો આવે એટલે સાઇડ આપશે, આ રીતે હોર્ન ન વગાડ એમ કહેતાં બોલાચાલી થઇ હતી અને બાદમાં પવો, સાવન સહિતનાએ ઘરે આવી હુમલો કર્યો હતો. જેમાં ભાઇ જગદીશ બચાવવા આવતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી.

(4:37 pm IST)