Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

એન.એફ.આઇ.આર.માં સીડબલ્‍યુસી મેમ્‍બર તરીકે ચુંટાઇ આવતા રાજકોટના હિરેન મહેતા

મહિલા પ્રતિનિધી તરીકે અવની ઓઝા ચૂંટાયા

રાજકોટઃ તાજેતરમાં સીકંદરાબાદ ખાતે યોજાયેલ નેશનલ ફેડરેશન ઓફ ઇન્‍ડિયન રેલ્‍વેમેનનું વાર્ષીક અધીવેશન મળેલ. જેમા NFIR ના હોદેદારોની ચૂંટણી થયેલ, જેમા સમગ્ર ભારતીય રેલ્‍વેમાંથી વિશાળ સંખ્‍યામાં કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ. જેમા NFIR ના પ્રમુખ તરીકે ગુમાનસિંહ (જયપુર),જનરલ સેક્રેટરી પદે,  ડો.એમ રાઘવૈયા, આસીસ્‍ટન્‍ટ જનરલ સેક્રેટરી પદે આર.જી કાબર તથા સીડબલ્‍યુસી મેમ્‍બર તરીકે રાજકોટ ડીવીઝન ના ડીવીઝનલ સેક્રેટરી હિરેન મહેતા ચૂંટાઇ આવ્‍યા છે. ઉપરાંત રાજકોટના શ્રીમતી અવની ઓઝા, મહિલા પ્રતીનીધી NFIRમાં સીડબલ્‍યુસી મેમ્‍બર તરીકે ચુંટાઇ આવતા સમગ્ર રેલ્‍વે  કર્મચારીમાં હર્ષની લાગણી અનુભવેલ છે.

ઉલ્લેખનિય છે કે હિરેન મહેતા ૧૯૮૨ થી લગભગ છેલ્લા ૩૮ વર્ષથી વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ સાથે સક્રિય રીતે જોડાયેલ છે. અને કર્મચારીની સમસ્‍યા માટે સતત સંઘર્ષ કરી અને રેલ કર્મચારીને  ન્‍યાય અપાવવા જહેમત ઉઠાવે છે. તેમની લડાયક નેતૃત્‍વથી અનેક આંદોલન કરી સફળતા મેળવેલ છે. તેમની આ ઓલ ઇન્‍ડિયા લેવલે વરણી થતા કર્મચારીઓ હર્ષની લાગણી અનુભવી હિરેન મહેતા(મો. ૯૭૨૪૦૯૪૦૮૯) નું ભવ્‍ય સ્‍વાગત કરેલ અને અભીનંદન પાઠવેલ.

તેમ મહિલા વિગના કન્‍વીનર શ્રીમતી અવની ઓઝાની મહિલા પ્રતિનીધત્‍વ આપી NFIR માં પ્રથમ વખત મહિલાને સ્‍થાન મળતા રાજકોટ ડીવીઝનનું ગૌરવ વધારેલ છે. તેઓ સમગ્ર વેસ્‍ટર્ન રેલ્‍વેમાં મહિલા કર્મચારીના પ્રશ્નોનુ નિરાકરણ સફળતા પૂર્વક કરે છે. બન્‍નેની નીયુકતી થી રાજકોટ મંડળ માટે ગૌરવની વાત હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(4:57 pm IST)