Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ઉદ્યોગો ઉપર યુક્રેન –રશીયા યુધ્‍ધની રાજકોટની MSME ક્ષે્રને સીધી રીતે ૪૦ ટકાથી વધુ અસર પહોંચી : સીધી રીતે ૪૦ ટકાથી વધુ અસર પહોંચી : ૮ વસ્‍તુઓમાં બે મહિનામાં રપ થી ૩૦ ટકાનો ભારે ભાવ વધારો થયો

ઉદ્યોગકારો રો મટીરીયલમાં થયેલા અસહ્ય ભાવ વધારાને જવાબદાર માની રહ્યા છે.

રાજકોટ : રશીયા અને યુક્રેન વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી લડાઇની સીધી અસર એક બાદ એક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરી ઉદ્યોગો ઉપર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં રાજકોટ MSME નું હબ માનવામાં આવે છે. અને અહીંયા બનતા ઑટોપાર્ટ્સ દેશ વિદેશમાં એક્સપર્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ રરશીયા અને યુક્રેનમાં લડાઇના કારણે રાજકોટના MSME ક્ષેત્રને સીધી રીતે 40% થી વધુ અસર પહોંચી છે.

તેમાં પણ દેશ વિદેશમાં પ્રખ્યાત રાજકોટના બેરિંગ, સિલિન્ડર લાઇનર, મોટર બોડી અને અલગ અલગ પ્રકારના પમ્પસના એક્સપર્ટ પર મોટી અસર પહોંચી છે. જેની પાછળ મુખ્ય કારણ ઉદ્યોગકારો રો મટીરીયલમાં થયેલા અસહ્ય ભાવ વધારાને જવાબદાર માની રહ્યા છે.
MSME સેકટરમાં વપરાતી 8 વસ્તુઓમાં છેલ્લા બે મહિનામાં 25 થી 30 % જેટલો ભાવ વધારો નોંધાયો.

  1. મેટલ
  2. ઓલ કાઇન્ડ ઓફ સ્ટીલ
  3. એલ્યુમિનિયમ
  4. કોપર
  5. નિકલ
  6. કોલસો
  7. પેટ્રોલિયમ પ્રોડક્ટ (પેટ્રોલ,ડીઝલ, કોટિન, ઓઇલ)
  8. પેકીંગ મટીરીયલ

એન્જીનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વાસાણીએ જણાવ્યું હતું કે, રશીયા અને યુક્રેન વચ્ચે થયેલાં યુધ્ધની સીધી અસર રાજકોટના MSME ઉદ્યોગો પર જોવા મળી રહી છે. રાજકોટ MSME નું હબ માનવામાં આવે છે અને રાજકોટમાં નાના મોટા 38000 થી વધારે MSME ઉદ્યોગો રાજીસ્ટ્રર્ડ થયેલા છે. આ તમામ ઉદ્યોગો ઉપર 40 થી 50 % સુધી સીધી અસર પહોંચી છે. જેની પાછળ મુખ્ય કારણ એ છે કે રો મટીરીયલમાં રોજબરોજ થતા અસહ્ય ભાવ વધારાના કારણે ઉદ્યોગપતિઓ કયો માલ ક્યાં ભાવથી ગ્રાહકને વહેંચવો તેની મૂંઝવણમાં મુકાઇ જાય છે. જો ભાવ વધારો ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવે તો ગ્રાહક તેને સ્વીકારી શકતા નથી માટે ભાવ વધારા પર નિયંત્રણ લાગવું ખૂબ જ આવશ્યક છે.

વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં મુખ્યત્વે ઓટોપર્ટ્સ, ડીઝલ એન્જીન, સબમરસીબલ પમ્પ, કાસ્ટિંગ, ફોર્જિંગ, કિચનવેર અને મશીન ટુલ્સ જેવા ઘણા બધા ઉદ્યોગોનો રાજકોટમાં સમાવેશ થાય છે. આ તમામ ઉદ્યોગો ઉપર સીધી અસર રશીયા અને યુક્રેન યુધ્ધની જોવા મળી રહી છે. જેના કારણે હાલ મંદીનો માહોલ છવાય ગયો છે. પાછલા વર્ષની સરખામણીએ તમામ રો મટીરીયલ ના ભાવ બમણા થઇ ગયા છે અને છેલ્લા એક દોઢ મહિનામાં ભાવ 25 થી 30 % વધી ચુક્યા છે.

(12:10 am IST)