Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

જયારે મન વિસર્જીત થઇ અ-મનની સ્‍થિતિ આવે તે ધ્‍યાનની અવસ્‍થા છેઃ માં પ્રેમ માધવી

ઓશો સન્‍યાસિની ડો. માં પ્રેમ માધવીના સાનિધ્‍યમાં શિબિરનું આયોજન : શિબીરમાં ટ્રાન્‍સજેન્‍ડરો સાથે ખુલ્લા મને ચર્ચા અને નાટ્‍ય પ્રયોગનું આયોજન : માં પ્રેમ માધવી લિખીત નવો કાવ્‍ય સંગ્રહ ‘‘વિરહ અમૃત પાયો''

* ‘સર્જન થી અતાત' સુધીની મૂળ થીમ પર તા. ૧૪ થી ૧૭ મોરબી કેસર ફાર્મ, સજ્જનપર ખાતે શિબિરનું આયોજન

* ધ્‍યાનથી દરેક સમસ્‍યાઓનો ઉકેલ શકય છેઃ માં પ્રેમ માધવી

* ધ્‍યાનથી વિનાશકારી શકિતઓને સર્જન તરફ લાવી શકાય છે.

* ધ્‍યાન ઘરમાં, સંસારમાં રહીને પણ થઇ શકે છે

* કોઇપણ વ્‍યકિત તમને કોઇપણ રંગમાં રંગી દે તે રંગરેજ છે.

* શિબિરમાં કલર થેરાપી, સાત ચક્રો અને તેના પર  રંગોની અસર વિશે સમજ અપાશે

* યોગ-ધ્‍યાનની સાધનાં કોઇ ગુરૂના સનિધ્‍યમાં રહીને જ કરવી જોઇએ.

 

તા.૧૩/૪/ર૦રર સમયઃ ૩ થી૮ વાગ્‍યા સુધી (સંગીતનો કાર્યક્રમ ૮-૩૦ થી)  ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં ૪ વૈદ્યવાડી ડી-માર્ટ પાછળની શેરી સત્‍ય પ્રકાશ સ્‍વામી મો.૯૪ર૭ર પ૪ર૭૬

તા.૧૪ થી તા.૧૭/૪/ર૦રર રંગરેઝ રીટ્રીટ મોરબી કેસર ફાર્મ, સજજનપર ગામ સંપર્ક હસમુખભાઇ/ રમેશભાઇ રૈયાણી મો.૯૮૭૯૦ ૧૦૭૬૯(૬.૨૯)

 

 

આજે સમાજમા ટ્રાન્‍સજેન્‍ડરો લોકો પ્રત્‍યે એક અણગમો છે. લોકો તેને સ્‍વિકારતા નથી તેની સંવેદનાઓ કેવી હોય છે, તેની લાગણીઓ કેવી હોય છે કે તે કઇ રીતે જીવન જીવે છે તે જાણતા નથી. રાજકોટમાં આવીજ એક ‘પાયલ' નામની ટ્રાન્‍સજેન્‍ડર છે. જે તેના ગ્રુપ સાથે સૌપ્રથમવાર આ શીબિરમાં જવાની છે તેઓ એક નાટય પ્રયોગ કરશે સાથે તેના સંવાદનું પણ આયોજન કરાયું છે ઓપન ટોક (ખુલ્લા મને ચર્ચા) નું આયોજન કરાયું છે જેનું લાઇવ પ્રસારણ ઓશોની એનઆઇએલ ચેનલમાં પ્રેમ મા માધવીના ફેઇસબુક પેઇજ પરથી અને જે કોઇ અન્‍ય ચેનલોનો સહયોગ મળશે તેના પરથી કરાશે આનો હેતુ એજ છે કે ટ્રાન્‍સજેન્‍ડરને પણ જીવવાનો હક્ક છે. થિયેટર વર્કશોપમાં પંકજ પંચાલ હરિયાણાથી આવશે, પવન એચ. પ્રસાદ (નિલકંઠ) યોગા માટે, દિનેશભાઇ ડોડીયા (સ્‍વામી ગીત ગોવિંદ) કાર્યક્રમનું સંયોજન કરશે, મોનિકાબેન ડોડીયા (ઇવેન્‍ટ સંકલન) મોરબીના ઓશો કેસર ફાર્મ ખાતે રમેશભાઇ, સ્‍વામી સત્‍યપ્રકાશ રાજકોટ, મનોજભાઇ પંચાલનો રજીસ્‍ટ્રેશન સહયોગ, સંજીવ સ્‍વામીને પણ આ શીબીરમાં પુર્ણ સહયોગ મળ્‍યો છે.

 

રતલામ ખાતે હાલ પ્રધાન આચાર્ય તરીકે ફરજ બજાવતા માં પ્રેમ માધવી લિખીત નવો કાવ્‍ય સંગ્રહ ‘‘વિરહ અમૃત પાયો'' તાજેતરમાંજ પ્રસિધ્‍ધ કરાયો છે આ પહેલા ‘‘સુરજ નીકલને તક'' હિન્‍દી કાવ્‍ય સંગ્રહ તેમજ ‘‘સહજ જોગ'' બહાર પડાયા હતા તેઓ રંગરેઝ રીટ્ટીટ્‍સ (ર૦૧૭) ના સંસ્‍થાપક છે તેઓને ધ લાઇફ પાવર ફાઉન્‍ડેશન સાંસ્‍કૃતિકસ્ત્રોત એવમ પ્રશિક્ષણ કેન્‍દ્ર સાંસ્‍કૃતિક મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉત્‍કર્ષ કાર્ય માટે સન્‍માનીત પણ કરાયા છે. માં પ્રેમ માધવીએ ભારતભરમાં અનેક ઓશો ધ્‍યાન શિબિરોનું સંચાલન તથા આયોજન કર્યા છ.ેઆ પુસ્‍તક વિરહ અમૃત પાયો શિબીરમાં મળશે.

 

રાજકોટ તા. ૧૩ :.. ઓશોના સુત્ર ઉત્‍સવ, આચાર, આનંદ આચાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્‍યાન શિબિરો, ઓશો સન્‍યાસ ઉત્‍સવો, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયનાં ઉત્‍સવો વગેરે રાજકોટમાં છેલ્લા ૪૦ વર્ષથી ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે અવાર-નવાર કાર્યક્રમોનું આયોજન કરાય છે. ત્‍યારે આજે અહીં ડો. માં માધવીનાં સાનિધ્‍યમાં ઓશોનાં વિવિધ ધ્‍યાન પ્રયોગો, લલિત આર્ટસ સર્જનનાં કાર્યક્રમોનું બપોરે ૩ થી ૮ દરમિયાન આયોજન કરાયું છે.

આ તકે માં પ્રેમ માધવીએ ‘અકિલા' ને  જણાવ્‍યું હતું કે, ઓશો ધ્‍યાન શું છે ? જેમ જેમ માણસ પ્રગતિ કરતો ગયો છે તેમ તેમ તે વિનાશની વસ્‍તુઓ ઉત્‍પન્‍ન કરવા લાગ્‍યો છે. કયાંક ને કયાંક વિનાશ અને મૃત્‍યુને પેદા કરવા લાગ્‍યો છે. જે ધ્‍યાન છે એ મનનાં મૃત્‍યુનો એક રસ્‍તો છે. આપણું મન જ તમામ વિનાશનું મુળ છે. મનનાં માધ્‍યમથી જ આપણે વિનાશને પેદા કરી રહ્યા છીએ. વિશ્વમાં બે શકિતઓ છે એકસ્ત્રી  શકિત અને બીજી પુરૂષ શકિત.સ્ત્રી શકિત સૃજન કરે છે. અને પુરૂષ ચીત જયાં કામ કરે છે ત્‍યાં વિનાશ કરે છે વેસ્‍ટર્ન દેશો બધા પુરૂષ ચીત છે. જેથી ત્‍યાં યુધ્‍ધની ચીજો બની છે. જયારે ભારતમાં સર્જન શકિત હોય અહીં બુધ્‍ધ પુરૂષોનું આગમન થયું, પ્રેમનાં ફુલો ખીલી શકયા. ભગવાન રામ, ભગવાન કૃષ્‍ણ, ભગવાન મહાવીર, મીરાં વગેરે અહીંથી જ થયા. કારણ ભારતે કોઇ પર આક્રમણ નથી કર્યુ, ગુલામ નથી બનાવ્‍યા જેથી ભારત એ સર્જન શકિત છે. એટલે કેસ્ત્રી ચીત છે. ઓશોએ સૂત્ર આપ્‍યું હતું કે તમે આ વિનાશકારી શકિતઓને સૃજન (સર્જન) તરફ લગાવી શકો છો. જે ધ્‍યાનનાં માધ્‍યમથી જ શકય બને છે. ધ્‍યાનનાં માધ્‍યમથી નિર્જીવ માત્રાઓ વિસર્જીત થતી જાય છે. જેમ કે સ્‍વામી સત્‍યપ્રકાશજી આશ્રમ રાજકોટ ખાતે છેલ્લા ૪૦ વર્ષથી સતત ડાયનેમિક મેડિટેશન અને વાઇડરોલ થાય છે. જે એક વર્લ્‍ડ રેકોર્ડ છે. ટૂંકમાં ધ્‍યાનમાં માધ્‍યમથી જીવનની શકિત ઉત્‍પન્‍ન કરી શકીએ છીએ જે આ સૃષ્‍ટિને ચલાવવા માટે ખુબ જરૂરી છે.

 માં પ્રેમ માધવી કહે છે, તમસ, રજસ અને શત્રુની ત્રીગુણા શકિત છે તેમ ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે. આ ત્રણેય ઉર્જાઓ હોવી જરૂરી છે. આ ત્રણેય બીંદું એક સમાન થાય ત્‍યારે અજ્ઞાતમાંથી પરમાત્‍મા તરફ જઇ શકાય છે. આથી આ ત્રણેય બીંદુઓ એટલે કે ત્રિભુજને જીવવા ખુબ જરૂરી છે. આથી જ ઓશોએ જે સૂત્ર આપ્‍યું તેમાં કહ્યું છે કે, અમારો સન્‍યાસી કામ ચોર નહીં હોય, ભાગશે નહીં કે હિમાલય પર જઇ છૂપશે નહીં. એટલે કે સમાજમાં રહી, દુનિયામાં રહી કમાઇ ખાશે અને બીજાને પણ કામ આપશે. પહેલા સંતોની જે પરંપરા હતી તે પરંપરા ઓશોએ અહીં આપી નથી. તેઓ કહે છે જો તમારે ધ્‍યાન કરવું હોય તો ઘરમાં રહી ને પણ કરી શકો છો, સંસારમાં રહી કરી શકો છે. આર્થિક શારીરિક, માનસીક અને આધ્‍યાત્‍મિક રૂપે સમૃધ્‍ધ બનવું જરૂરી છે.

તા. ૧૪ થી ૧૭ મોરબી ખાતે આયોજીત શીબિરમાં કલર થેરાપી, પર યોજાશે. રંગરેજ એટલે કોઇ તેનાં રંગમાં કોઇને રંગી લે, રંગરેઝ એક સંપ્રદાયનું પહેલા નામ હતું જે રંગોનું કામ કરતા હતાં. આપણા મનમાં ગ્રંથીઓ બનેલી છે તે રંગરેઝ છે. ઓશો પણ અમારા રંગરેઝ છે. કોઇપણ વ્‍યકિત તમને કોઇપણ રંગમાં રંગી દે તે રંગરેઝ છે. આ શીબિરમાં કલર થેરાપીથી સાતેય રંગોનાં માધ્‍યમથી આપણા જીવનમાં આપણે કોઇ રીતે ઊંડા જઇ શકી એ, સાતેય ચક્રો પર રંગોની અસર વિશે સમજ અપાશે. આ શીબીરનો કનસેપ્‍ટ ‘સર્જન થી અજ્ઞાત સુધી' એવો રખાયો છે. ઓશો મેડીટેશનમાં જેટલી પણ

વિધિઓ છે જેમકે ડાયનેમીક મેડિટેશન, નોમાઇન્‍ડ મેડીટેશન વગેરે આ શીબીરમાં કરાશે લોકોને નો માઇન્‍ડ કરી સર્જન તરફ જોડાશે.

આજે વ્‍યકિત પોતાની સેન્‍સીસ ગુમાવી રહી છે. સુંઘવાની શકિત ઓછી થતી જાય છે. માં પ્રેમ માધવી કહે છે, તંત્રમાં સુંઘવાની, સાંભળવાની, સ્‍પર્શની, જોવાની, બોલવાની શકિતઓને જાગૃત કરાય છે ભગવાન શિવની ૧ર માંથી ૭ વિધિઓ તંત્રની વિધિઓ છે.

શું ધ્‍યાનથી દરેક સમસ્‍યાઓનો ઉકેલ શકય છે? માં પ્રેમ માધવીનું કહેવું છે કે, હા તે શકય છે. દરેક સમસ્‍યાઓનાં મૂળમાં આપણું મન હોય છે મન જીવનના વિરોધમાં ચાલે છે. ધ્‍યાન પ્રયાસથી અપ્રયાસ તરફ લઇ જાય છે. જયારે મન વિસર્જીત થઇ જાય છે. અ-મનની સ્‍થિતિ આવે છે તે આપણા ધ્‍યાનની અવસ્‍થા છે. તેઓ વધુમાં કહે છે ધ્‍યાન અને સંગીત ઘણોજ સંબંધ છે. સંગીત એ ધ્‍યાનમાં સહાયક બની શકે છે. અજ્ઞાતમાં જવા માટે સુગંધ, સંગીત, દૃશ્‍ય વગેરે અનેક માર્ગો છે. બહારનું સંગીત નાદ હોય છે જેને નાદ બ્રહ્મ કહે છે જયારે બીજું અનહદનાદ હોય છે જે અંદરનાં ધ્‍યાનથી સંભળાય છે જે આપણી અંદરનાં કાન સાંભળી શકે છે. બહારનાં કાન તેને સાંભળી શકતા નથી.

યમ-નિયમ-આસન-ધારણા વગેરે તબકકાઓમાંથી પસાર થયા વગર ધ્‍યાન સમાધિ શકય છે? માં પ્રેમ માધવી કહે છે, એક છે જ્ઞાન માર્ગ, બુધ્‍ધનો, જે શિવનો માર્ગ છ.ે, પતંજલિનો માર્ગ છે ધ્‍યાન માર્ગ તેમાં પ્રયાસ છે. જેમાં યમ-નિયમ-આસન-ધારણા વગેરે કરાય છે કર્મને પામવા પ્રયાસ કરાય છે. જયારે પ્રેમ માર્ગી ‘તું'ને મોટો કરે છે ‘પ્રેમ' ને મોટો કરે છે ‘હું' મટી જાય છે. પ્રેમનો માર્ગ હર્યાભર્યો છે જયારે બુધ્‍ધનો માર્ગ કાંટાળો, રણપ્રદેશ જેવો છે. માત્ર ‘તું' અને ‘હું' આ બેજ માર્ગ છે.

ધ્‍યાનથી આઠ અસરો પણ થાય છે કારણ આ એક આધ્‍યાત્‍મિક વિજ્ઞાન છે જેમાં કોઇ ગુરૂવિનાં કે કોઇ દિક્ષા વિના આગળ વધો તો ખતરો છે. કારણ તે તમારા શરીર સાથે જોડાયેલું છે તેમ માં પ્રેમ માધવી એ જણાવ્‍યું હતું. યોગ-ધ્‍યાન કોઇનાં સાંનિધ્‍યમાં રહીનેજ સાધના કરવી જોઇએ.

રેણુકા પંચાલમાંથી માં પ્રેમ માધવી બનેલા સન્‍યાસી માધવી માં કહે છે, રેણુકા પંચાલ કરતા માં પ્રેમ માધવીનું જીવન શ્રેષ્‍ઠ છે. ‘મીઠી નદીંયા ખારી હો ગઇ, જબ સે ઉનકી સાગરો સે યારી હો ગઇ... ફાયદા યે હુવા ભટકનેકા, ખટ્ટે મીઠે અનુંભવો કી યારી હો ગઇ...'

હું એક આવી માં છું જયાં મારી રચના બનાવું છું ત્‍યાંજ છોડીને આવું છું. દરેક જગ્‍યાએ ચિત્રો દોરી અર્પણ કર્યા છે.

માં પ્રેમ માધવી વધુમાં કહે છે કે, પુરૂષોનાં ગ્રોથમાં માતાનો રોલ અને માતાના ગ્રોથમાં પુરૂષોનો રોલ હોવો જરૂરી છે. આના પર ચર્ચા પણ થવી જરૂરી છે આ સવાલ પર સંગોષ્‍ઠી થઇ શકે છે. જેમકે પુરૂષોની સંગોષ્‍ઠી તેની માતામાંથી આવે છે જેના તેની માતા સાથે સંબંધ સારા હોય તે દરેકસ્ત્રીમાં સારા સંબંધ ખોજશે. દરેકમાં તેની માતાને જોશે પણ જો માતા સાથે સંબંધ સારા નહીં હોય તો તેને કોઇસ્ત્રી સાથે ભળશે નહીં. આવું જસ્ત્રીનું પિતા સાથેનાં સંબંધમાં હોય છે.

અંતમાં માં પ્રેમ માધવી કહે છે પાગલ બનો, ગુનેહગાર બનો પણ તમારૂં જીવન તમારી શર્તોથી જીવો. આ તકે, સ્‍વામી સત્‍યપ્રકાશજી, દિનેશભાઇ ડોડિયા (સ્‍વામી ગીત ગોવિંદ) સંજીવસ્‍વામી ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:18 pm IST)