Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

મ.ન.પા.ની વોટસએપ સુવિધા પૂરપાટ દોડી ૧૬ હજાર લોકોએ ઉપયોગ કર્યો

દોઢ મહિનામાં ડ્રેનેજ, સફાઇ, પાણી સહિતની ૧૬૪૭ ફરિયાદ નોંધાય : વોટ્‍સ એપ નં. ૯૫૧૨૩ ૦૧૯૭૩ની : સેવાને લોકો દ્વારા ખૂબ જ બહોળો પ્રતિસાદ : પુષ્‍કર પટેલનું ડીજીટલાઇઝેશન પ્રજાજનો માટે સુગમ બન્‍યું

રાજકોટ તા. ૧૩  : મહાનગરપાલિકા દ્વારા રાજયમાં સૌ પ્રથમ વાર મહાનગરપાલિકાની ૧૭૫ થી વધુ સેવાઓ ને 'RMC on WhatsApp' નામના પ્રોજેકટ વડે વોટ્‍સ એપ પર આપવાની શરૂઆત ગત શુક્રવારથી કરવામાં આવી છે. છેલ્લા દોઢ મહિનામાં ૧૬,૩૫૭ શહેરીજનોએ ફોર્મ ડાઉન લોડ, ફરિયાદ, ઓન લાઇન  વગેરે સુવિધાનો લાભ લીધો છે. આમ બહોળો પ્રતિસાદ સાપડયો છે. લોકો પોતાના મોબાઈલ પર નંબર  ૯૫૧૨૩ ૦૧૯૭૩ સેવ કરીને તેનાં પર Hi મેસેજ કરવાથી ચેટબોટ એક્‍ટીવેટ થાય છે.

આજદિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા ૨૫થી વધુ વિભાગોની બે હજાર જેટલી ફરિયાદો રજીસ્‍ટર થઇ છે. તે પૈકી મોટાભાગની ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત ૧૩,૧૧૧ પ્રોપર્ટી ટેકસ, ૩૬૧૮ ફોર્મ ડાઉનલોડ, ૧૨૪૨ લોકોએ સ્‍પોર્ટસમાં રજીસ્‍ટ્રેશન કર્યુ, ૧૭૧૨ લોકોએ બર્થ અને ડેથ સર્ટીફિકેટ ડાઉનલોડ કર્યા હતા. આ ઉપરાંત ૯૩૧ લોકોએ ટીપી મેળવ્‍યા છે.

મનપાની આ વોટસએપ સેવામાં ૨.૩૩ લાખ લોકોએ મેસેજ કર્યા છે. આમ, એકંદરે જોતા લોકો દ્વારા આ સેવાનો ખુબ બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવેલ છે. તેમજ મનપા તંત્ર દ્વારા ફરિયાદોનો યોગ્‍ય નિકાલ પણ કરવામાં આવેલ છે.

(2:49 pm IST)