Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કુવાડવા ગામ પાસે કુવામાંથી મળેલી મહિલાની લાશની ઓળખ મેળવવા તપાસ

રાજકોટ તા. ૧૪: કુવાડવા ગામ પાસે આવેલી વાડીના કુવામાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા કુવાડવા પોલીસે તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.મળતી વિગત મુજબ કુવાડવા ગામ પાસે રઘુભાઇ પટેલની વાડીના કુવામાંથી ગઇકાલે એક આશરે ૩૦ વર્ષની અજાણી મહિલાની લાશ મળી આવી હતી જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એ.એસ.આઇ. એમ. એમ. કુંભારવાડીયા સહિતે સ્‍થળ પર પહોંચી મહિલાની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. મૃતક અજાણી મહિલાએ ગુલાબી ડીઝાઇનવાળી સાડી અને પીળા કલરનું બ્‍લાઉસ પહેરેલ છે અને તેણે પગે સફેદ ધાતુની ઝાંઝરી પહેરેલ છે. પોલીસે સીસીટીવી ફુટેજ જોતા તેમાં આ મહિલા જોવા મળી હતી. જો કોઇ આ મહિલાના સગા સંબંધી હોય તો કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન ફોન નં. ૯પ૩૭૮ ર૪૯૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:14 pm IST)