Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલ દ્વારા મેગા હેલ્‍થ કેમ્‍પ- રકતદાન કેમ્‍પ

 રાજકોટઃ ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલુ હતું. જેનું ફાધર થોમસ NL ડાયરેકટર તથા આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર ફાધર અનીશ ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલ વોર્ડ નં.૩ના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ પૃથ્‍વીસિંહ જાડેજા, બાબુભાઈ અરજણભાઈ ઉધરેજા, શ્રીમતી કુસુમબેન સુનિલભાઈ ટેકવાણી, શ્રીમતી અલ્‍પાબેન દીપકભાઈ દવે અને જયેશભાઈ ઉપાધ્‍યાય દ્વારા દીપપ્રાગટય કરીને બ્‍લડ ડોનેશન તથા સર્વરોગ નિદાન કેમ્‍પને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. જેમાં વિવિધ રોગના ડોકટરોની ટીમ દ્વારા ૫૦૦થી વધુ દર્દીને સચોટ નિદાન સાથે જ આ કેમ્‍પમાં લાભ લેનાર દર્દીઓમાંથી ૭૦ જેટલા દર્દીઓએ સીટી સ્‍કેન, ૧૪૪ જેટલા દર્દીઓએ એકસ રે, ૧૪૦ જેટલા દર્દીએ સોનોગ્રાફી, તેમજ ૬૦ જેટલા દર્દીએ ઈકો સ્‍ક્રીનનો લાભ લીધો. ૧૨૪ યુનિટ બ્‍લડ ડોનેશન એકત્ર થયું હતું. તેમ ક્રાઈસ્‍ટ હોસ્‍પિટલના ડાયરેકટર શ્રી ફાધર થોમસ દ્વારા જણાવવામાં આવેલું હતું.

(3:29 pm IST)