Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રૂડા ટ્રાન્‍સપોર્ટનગરમાં પકડાયેલા દારૂ અને બીયરના જથ્‍થાના કેસમાં સપ્‍લાયર લખમણ પકડાયો

ક્રાઇમ બ્રાંચે પડધરીના ખોડાપીપરના સપ્‍લાયરને બેડી ગામ પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. ૧૪ : રૂડા ટ્રાન્‍સપોર્ટનગરમાં આવેલી બાલાજી મુળજી ટ્રાન્‍સપોર્ટ પેઢીના નામે બ્રાસ કલીનરના નામે દારૂ - બિયરના જથ્‍થા સાથે ક્રાઇમ બ્રાંચે બે શખ્‍સોને પકડયા બાદ ખોડાપીપર ગામના સપ્‍લાયરને પણ પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરમાં આવેલી લાલજી મુળજી ટ્રાન્‍સપોર્ટ પેઢીમાં શ્રીજી પ્રોડકટ નામની નકલી પેઢીના નામે બ્રાસ કલીનરના નામે રૂા. ૧,૪૨,૦૦૦ની કિંમતના દારૂની ૨૧૬ બોટલ અને બીયરના ૪૮૦ ટીન સાથે દુધસાગર રોડ માજોઠીનગર શેરી નં. ૨ના સોહીલ અકબરભાઇ રાઉમા (ઉ.૨૬) અને રિધ્‍ધી-સિધ્‍ધી સોસાયટી શેરી નં. ૨/૪ના તોફીક ઇસ્‍માઇલભાઇ કોલીયા (ઉ.૨૫) ને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધા હતા. પૂછપરછમાં સપ્‍લાયરનું નામ ખુલતા પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.વોરા, એ.એસ.આઇ. જયુભા પરમાર, પ્રતાપસિંહ, હરદેવસિંહ, હિતેન્‍દ્રસિંહ, એભલભાઇ, પુષ્‍પરાજસિંહ, ધર્મેન્‍દ્રસિંહ, અશોકભાઇ, ભગીરથસિંહ તથા સોકતભાઇ સહિતે આ કેસમાં સપ્‍લાયર લખમણ મેપાભાઇ ગરચર (ઉ.૨૩) (રહે. ખોડાપીપર તા. પડધરી)ને બેડી ગામ પાસે ન્‍યુ માર્કેટીંગ યાર્ડ પાસેથી પકડી લીધો હતો. લખમણ અગાઉ મોરબી અને સીક્કા પોલીસ મથકમાં દારૂના કેસમાં પકડાઇ ચૂક્‍યો છે.

(3:32 pm IST)