Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ઢાંઢણી ગામમાં નાની બહેન સાથે ઝઘડો ન કરવા બાબતે માતાએ ઠપકો આપતા ભુમીકાનો આપઘાત

માતા-પિતા ઢાંઢીયા ગામે દર્શન કરવા ગયાને પાછળથી પુત્રી ભૂમીકાએ ફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૧૪ : ભાવનગર રોડ પર આવેલા ઢાંઢણી ગામે નાની બહેન સાથે ઝઘડો ન કરવા બાતે માતાએ ઠપકો આપતા લાગી આવતા ૧૫ વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ઢાંઢણી ગામમાં રહેતી ભૂમિકા દિનેશભાઇ ઉર્ફે મુન્‍નાભાઇ કડવાણી (ઉ.૧૫) એ ગઇકાલે પોતાના ઘરે રૂમ બંધ કરી પંખા સાથે સાળી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા અને પિતા ઢાંઢીયા ગામે દર્શન કરી પરત ઘરે આવ્‍યા ત્‍યારે ભૂમીકા ઘરમાં જોવા ન મળતા તેના બીજા સંતાનોને પૂછતા કહ્યું હતું કે, ‘ભૂમીકા ન્‍હાવા જવાનું કહીને ગઇ છે.' તેમ જણાવતા તેના પિતાએ રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતા દરવાજો તોડીને જોતા ભૂમિકા લટકતી હાલતમાં જોવા મળી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી દિવ્‍યાબેન સહિેતે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા સગીરાનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ મનહરસિંહ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક ભૂમીકાએ ધોરણ-૯ સુધી અભ્‍યાસ કર્યો છે તે ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરની હતી. પિતા ઇમીટેશનનું કામ કરે છે. તેની માતાએ નાની બહેન સાથે ઝઘડો ન કરવા બાબતે ઠપકો આપતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્‍યું છે.

(3:36 pm IST)