Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

જય બાલાજી... કાલે બાલાજી મંદિરે સૌ પ્રથમ વખત રાજોપચાર પૂજાઃ દાદાને સુવર્ણ વાઘા અર્પણ

રાજકોટઃ શહેરનું સુપ્રસિધ્‍ધ મંદિર- શ્રી બાલાજી હનુમાનજી મંદિર (કરણસિંહજી હાઈસ્‍કૂલ- રાજકોટ)ના આંગણે કાલે તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૭:૩૦ કલાક સુધી બાલાજીદાદાના સાનિધ્‍યમાં સૌ પ્રથમવાર રાજોપચાર પૂજા થશે. દક્ષિણ ભારતના વિદ્વાન ભુદેવો દ્વારા ભવ્‍યાતિ ભવ્‍ય અને દિવ્‍યાતિ દિવ્‍ય રાજોપચાર પૂજા થશે. બાલાજીદાદાને સુવર્ણના વાઘા અર્પણ થશે. ૧ હજાર કિલો પુષ્‍પપાંખડીથી બાલાજીદાદાનો પુષ્‍પાભિષેક થશે. દાદાના સાનિધ્‍યમાં છત્ર, ચામર, અબદાગીરી, નૃત્‍ય, સંગીત ભગવાનને અર્પણ થશે.

તા.૧૬ને શનિવારે દાદાના દર્શને હજારો ભાવિકોની ભીડ જામતી હોય આ પ્રસંગે આખો દિવસ યજ્ઞ, હનુમાન ચાલીસા, મહાનિરાજનમ આરતિ, અન્‍નકુટ, પ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ દિવ્‍ય- ભવ્‍ય પ્રસંગનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને બાલાજી મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી તથા શા.સ્‍વા.રાધારમણદાસજી સ્‍વામી રાજકોટ મંદિર દ્વારા આમંત્રણ અપાયું છે.

(5:12 pm IST)