Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ભાજપ શિક્ષક સેલ દ્વારા કોવીડ રસીકરણ જાગૃતિ કાર્યક્રમ

કેન્‍દ્ર સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટે ભાજપ દ્વારા ઉજવાઇ રહેલ સામાજીક ન્‍યાય પખવાડીયા અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શિક્ષક સેલ દ્વારા શહેરની પી. એન્‍ડ ટી.વી. શેઠ હાઇસ્‍કુલ ખાતે કોવિડ રસીકરણ જાગૃતી કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. શાળાના ૧૨ થી ૧૭ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રસીકરણ અંગે વાર્તાલાપ કરાયો હતો. જે બાળકોએ રસીકરણ કરાવેલ હોય તેઓને પ્રોત્‍સાહીત કરાયા હતા. સાંસદ રામભાઇ મોકરીયા, પ્રદેશ સંયોજક ડો. પાડલીયા, શહેર ભાજપ શિક્ષણ સેલના સંયોજક જયદીપ જલુ, શાળા આચાર્ય તુષારભાઇ પંડયા, શિક્ષક રમેશભાઇ ભુત સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી પ્રત્‍યે આભાર વ્‍યકત કરતા પોસ્‍ટકાર્ડ લખાયા હતા.

(3:44 pm IST)