Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

પવન તનય સંકટ હરન મંગલ મૂરતિ રૂપ રામલખનસીતા સહિત હૃદય બસહુ સુરભૂપ

રામનવમી પછી હનુમાન જયંતીઃ ભગવાન અને ભકતના મનથી મિલનના અવસર : હનુમાનજીની સાચા મનથી ઉપાસના કરવાથી જીવનની દરેક સમસ્‍યાઓનું નિવારણ થાય છે

પવન તનય સંકટ હરન મંગલ મૂરતિ રૂપ

રામલખનસીતા સહિત હૃદય બસહુ સુરભૂપ

હે પવનપુત્ર બધા સંકટોને હરનાર છો, મંગળમૂર્તિ રૂપ છો. શ્રીરામ, લક્ષ્મણજી તથા સીતામાતા સહીત અમારા હૃદયમાં નિવાસ કરો.

ભગવાન શ્રીરામ અને રામભક્‍ત હનુમાન. આ બન્‍ને નામ અનન્‍ય ભક્‍તિભાવપૂર્વક સાથે જ લેવાય છે. એપ્રિલ મહિનામાં રામનવમી અને હનુમાન જયંતિની ઉજવણી ભકિતભાવપૂર્વક કરવામાં આવે છે. ભગવાન શ્રી રામની અને રામભક્‍ત હનુમાનજીની અનેક ગાથા જીવનને ઉર્જાવાન બનાવે છે. તો, હનુમાનજી થકી ઉદ્દભવેલી રામનામની ગાથા જીવનનો ભવસાગર તરી જવાય એવી શક્‍તિ આપે છે. હનુમાનજી ભગવાન શ્રીરામના અપાર ભક્‍ત છે. એક એવી ઘટના બની હતી કે, ભગવાન શ્રી રામે પ્રિય ભકત હનુમાનજી પર બ્રહ્માષાથી પ્રહાર કર્યો હતો. એક સમયે મોટા સંતો, ઋષિમુનિની સભા ભરાઈ હતી. ભગવાન શ્રીરામ કરતાં શ્નરામ નામ જાપઙ્ખવધારે મહત્‍વ ધરાવે છે કે નહીં તેની ચર્ચા થતી હતી. નારદજી ભગવાન રામ કરતાં તેમનું નામ મોટું છે તે સાબીત કરવા ઈચ્‍છતા હતા. હનુમાનજી પણ આ સભામાં ઉપસ્‍થિત હતા. સભામાં આભારવિધીની જવાબદારી હનુમાનજીને સોંપાઈ હતી. નારદજીના કહ્યાં મુજબ, હનુમાનજીએ વિશ્વામિત્રજીનું નામ ન લીધું. અનાદરથી નારાજ ગુરૂ વિશ્વામિત્રજીએ શ્રીરામ પાસે હનુમાનજીને મૃત્‍યુદંડનું વચન લીધું. ગુરૂ વિશ્વામિત્રને વચન આપ્‍યું હતું એટલે ભગવાન શ્રી રામ તેમના અનન્‍ય ભક્‍ત હનુમાનજીને મારવા માટે નીકળ્‍યાં. આ વાત જાણી નારદજીએ હનુમાનજીને ‘શ્રી રામ નામ જાપ' કરવાની સલાહ આપી. ભગવાન શ્રી રામ પહોંચ્‍યાં ત્‍યારે હનુમાનજી ઝાડ નીચે બેસી ‘શ્રીરામ નામ'નો જાપ કરતાં હતાં. ‘રામ નામ'માં લીન થયેલા ભક્‍ત હનુમાનજીનો વાળ વાંકો ન થયો. રામે જોયું કે, મારા નામનો જાપ કરનારનું અહીત કોઈ ન કરી શકે. ભગવાન શ્રી રામે ગુરૂ વિશ્વામિત્રને આપેલા વચનનું પાલન કરવા બ્રહ્માષાનો ઉપયોગ કર્યો તેની પણ હનુમાનજીને અસર ન થઈ. બ્રહ્માષાનો ઉપયોગ કરવામાં આવ્‍યો હોવાથી પૃથ્‍વી પર પ્રલય જેવી સ્‍થિતિ સર્જાઈ ગઈ. નારદજી વિશ્વામિત્ર પાસે ગયાં અને બ્રહ્માષા છોડવાથી પૃથ્‍વી પર પ્રલયની સ્‍થિતિ સર્જાઈ છે તેનાથી જ્ઞાત કર્યાં. પરશુરામજીએ ભગવાન રામને વચનમાંથી મુકત કર્યાં. નારદજીએ પ્રસ્‍થાપિત કર્યું કે ભગવાન શ્રી રામ કરતાં રામનામનો જાપ શક્‍તિશાળી છે. ભગવાનશ્રી રામ સાથે ભકત હનુમાનજીનું નામ અજેય અને અવિચળ બની રહ્યું છે.

 ભગવાન શ્રીરામ ભગવાન શ્રીહરિના અવતાર હતા અને પૃથ્‍વી ઉપર તેમનો અવતાર દુષ્ટ લોકોને સજા આપવા અને તેમના ભકતોનું રક્ષણ કરવા માટે થયો હતો. હનુમાનજી શ્રીરામના અનન્‍ય ભક્‍ત અને તેમના પડછાયા સમાન હતા. શ્રીરામના સ્‍વર્ગારોહણની હનુમાનજી સાથે જોડાયેલી પણ એક ગાથા છે. હનુમાનજીને થોડો અહેસાસ પણ થાત કે, શ્રીરામને લેવા માટે કાલદેવ વિષ્‍ણુલોકથી અયોધ્‍યા આવવાના છે, તો કાલદેવને અયોધ્‍યાની હદમાં આવવા પણ દેત નહીં. કારણ કે ભગવાન શ્રી રામ અને દેવી સીતાનું રક્ષણ કરવાની જવાબદારી હનુમાનજીએ સંભાળી હતી. શ્રી રામને કાલદેવના અયોધ્‍યા આવવાની જાણકારી હતી. ભગવાન શ્રી રામે મુખ્‍ય દરવાજાથી દૂર પોતાની એક વીંટી મહેલમાં ભોંયતળિયામાં આવેલી એક તિરાડમાં નાખી દીધી. હનુમાનજીને આ વિંટી બહાર કાઢવાનો આદેશ આપ્‍યો. હનુમાનજીએ શ્રીરામના આદેશને અનુસરીને તુરંત વામનરૂપ ધારણ કરી લીધું, અને વીંટી શોધવા માટે તિરાડમાં પ્રવેશ કરી ગયા. આ તિરાડ નહીં વિશાળ ભોયરું હતું અને ત્‍યાં હનુમાનજી નાગોના રાજા વાસુકીને મળ્‍યાં. રાજા વાસુકી હનુમાનજીને નાગ-લોકના મધ્‍યક્ષેત્રમાં લઈ ગયાં અને વિંટીઓથી ભરેલો વિશાળ પર્વત બતાવીને શ્રીરામની વિંટી શોધી લેવા કહ્યું હતું. બજરંગબલીએ પહેલી વીંટી ઉપાડી તો તે શ્રી રામની જ હતી. પરંતુ તેમને આヘર્ય ત્‍યારે થયું જયારે તેમણે બીજી વીંટી ઉપાડી, તો તે પણ ભગવાન શ્રી રામની જ હતી. હનુમાનજી દ્વિધામાં મુકાયા તે જોઈને રાજા વાસુકીએ હનુમાનજીને જ્ઞાન આપ્‍યું. વાસુકીએ કહ્યું કે, પૃથ્‍વી લોક એક એવો લોક છે જયાં જે પણ આવે છે, તેને એક દિવસ પાછું ફરવું જ પડે છે. તેના માટે આ દુનિયામાંથી પાછા ફરવાનું સાધન કાંઈ પણ હોઈ શકે. બસ એ જ રીતે, ભગવાન શ્રીરામ પણ  પૃથ્‍વી લોક છોડીને એક દિવસ વિષ્‍ણુ લોકમાં જરૂર પાછા ફરશે. વાસુકીની એ વાત સાંભળ્‍યા પછી હનુમાનજીને વાત સમજાઈ ગઈ કે, વીંટીના બહાને તેમને નાગલોક મોકલવા માટેનું કાર્ય તેમને કર્તવ્‍યથી ભટકાવવાનું હતું, જેથી કાલદેવ અયોધ્‍યામાં પ્રવેશ કરી શકે અને શ્રીરામને પૃથ્‍વી ઉપરના તેમના જીવનના અંત વિશે જણાવી શકે. હનુમાનજીને એ પણ સમજાઈ ગયું કે જયારે તે અયોધ્‍યા પાછા ફરશે, ત્‍યારે શ્રી રામ નહિ હોય.

 જગતમાં સાત ચિરંજીવ આત્‍માઓમાં ગણતરી થાય છે એવા શ્રી રામભકત હનુમાનજી નાનપણથી જ હનુમાન ખુબ તેજસ્‍વી અને ચંચળ હતા. નાનપણમાં સૂર્યદેવને પાકેલું ફળ સમજી હનુમાનજીએ તેમને ગળી જવા છલાંગ લગાવી અને ગળી જવા તૈયાર થયા. પરંતુ ઈન્‍દ્રદેવે પોતાનું વજ્ર મારીને તેમને પાછા વાળ્‍યા. વજ્રપ્રહારથી બાળમારૂતિની હનુ (દાઢી) ભાંગી ત્‍યારથી મારૂતિ ‘હનુમાન'ના નામે ઓળખાયા. પછી તો તેમણે વરૂણદેવ પાસેથી વરૂણપાશનું બંધન નહીં નડે, યમરાજા પાસેથી અજયોત્‍વ અને ચિર ઉત્‍સાહનું, બ્રહ્મા પાસેથી યુદ્ધમાં શત્રુને ભય પમાડવાનું, મિત્રોનો ભય દુર કરવાનું, ઈચ્‍છા પ્રમાણે વિવિધરૂપો ધારણ કરવાનું ઉપરાંત શિવજી પાસેથી દીર્દ્ય આયુષ્‍યનું અને સમુદ્ર ઉલ્લંઘન કરવાના સામર્થ્‍યનું વરદાન મેળવ્‍યું. આવી શકિતઓ મળવાથી હનુમાન ખુબ ઉન્‍મત, અભિમાની બની ગયાં અને ઋષિઓને હેરાન કરવા લાગ્‍યા. એક વખત હનુમાનજીએ પજવતાં ધ્‍યાનમાં લીન ભૃગુઋષિ અને અંગિરાઋષિએ શાપ આપ્‍યો કે તમારી શકિતઓનું તમને વિસ્‍મરણ થઈ જશે. કોઈ દેવસમાન વ્‍યકિત જ તે યાદ કરાવશે અને શકિતનો ઉપયોગ કરાવી શકશે. આવા બજરંગબલીની શક્‍તિને ભગવાન શ્રીરામે યાદ કરાવી અને તેનો ઉપયોગ કરાવ્‍યો.

હનુમાનજી પરાક્રમ અને બળની મૂર્તિ છે. ભકિતભાવ અને બ્રહ્મચર્યના તેજથી તેઓ આકાશમાં ઉડી શકતા હતા. અણિમા-લદ્યિમા જેવી સિદ્ધિ  સહજ હતી તેથી તેમને યોગી પણ કહેવાયા છે. હનુમાનજીનો દાસત્‍વભાવ, ભકિતભાવ અનન્‍ય છે. આવા ભકત વિના તો પ્રભુરામ પણ અધૂરા છે. તેમની ભકિત જોઈ પ્રભુએ તેમને પુરૂષોતમની પદવી આપી અને પોતાની જોડે સ્‍થાન આપ્‍યું. આજે હજારો વર્ષથી જનસમુદાયનાં હૃદયમાં ભગવાન શ્રી રામ જેટલું જ પૂજનીય સ્‍થાન હનુમાનજીનું છે. હનુમાનજીને સૌથી જલદી પ્રસન્‍ન થનારા ભગવાન છે. શાષાો અનુસાર, ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્‍તિ મળે છે. હનુમાનજીની કૃપા જેના પર પડે છે તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. દસ દિશાઓ અને ચારેય યુગોમાં તેમનો પ્રભાવ છે. જે કોઈ વ્‍યકિત તેમની શરણમાં જાય છે તેના સંકટો દુર થાય છે. ચૈત્ર માસના શુકલ પક્ષની પૂનમે વ્રત કરવાથી અને આ દિવસે હનુમાનજીના પાઠ, જપ, અનુષ્‍ઠાન વગેરેનો પ્રારંભ કરવાથી તરત જ ફળની પ્રાપ્તિ થાય છે.કળિયુગમાં હનુમાનજીની ભક્‍તિ લોકોને દુઃખ અને સંકટથી બચાવવામાં સક્ષમ છે. હનુમાનજીની સાચા મનથી ઉપાસના કરવાથી જીવનની દરેક સમસ્‍યાઓનું નિવારણ થઇ જાય છે.

‘ૐ નમો હનુમન્‍તે ભય ભંજનાય સુખં કુરૂ કુરૂ ફટ્‍ સ્‍વાહા'

સંકલનઃ હેમાંગિની ભાવસાર

(3:46 pm IST)