Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં ધીમે-ધીમે વધારો : પારો ઉંચકાયો

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં સર્વત્ર ગરમીમાં ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે. મહત્તમ તાપમાન પણ ૪૨ ડિગ્રીને પાર થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

ગુજરાતમાં ફરી મહત્તમ તાપમાનમાં એકથી સવા ડિગ્રી જેટલો વધારો થતાં ગરમીનો પ્રકોપ વધ્‍યો છે. કાલે બુધવારે અમદાવાદ સહિત રાજ્‍યના કુલ ૭ શહેરોમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર નોંધાયો હતો. જે પૈકી કંડલા એરપોર્ટ, સુરેન્‍દ્રનગર અને અમરેલીમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર નોંધાયું હતું. ત્રણેય સ્‍થળ પર ૪૨.૫ ડિગ્રીએ પારો પહોંચ્‍યો હતો.

બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્‍દ્રનગર, રાજકોટ અને કચ્‍છ પંથકમાં શુક્રવારથી હિટવેવની શક્‍યતાઓ છે.

સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો વર્તારો રહ્યા બાદ ગત શનિવારથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો હતો. સોમવાર સુધીમાં અમદાવાદ સહિત રાજ્‍યના મોટાભાગના શહેરોનું તાપમાન ૩ થી ૪ ડિગ્રી જેટલું ગગડયું હતું. આ દિવસે તમામ શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીથી નીચે આવી ગયું હતું. જોકે આજે ફરી તાપમાનમાં નજીવો વધારો થયો છે અને બીજી તરફ શુક્રવારથી ગરમી હજુ વધશે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્‍યા છે.

ક્‍યાં કેટલી ગરમી

શહેર          તાપમાન

અમદાવાદ   ૪૧.૫

ગાંધીનગર   ૪૧.૪

ડીસા          ૩૯

વડોદરા       ૪૦.૮

સુરત         ૩૯

ભુજ           ૪૧.૧

નલીયા       ૩૭.૪

કંડલા એરપોર્ટ      ૪૨.૪

અમરેલી      ૪૨.૪

ભાવનગર    ૩૯.૫

દ્વારકા         ૩૧.૪

પોરબંદર     ૩૪.૬

રાજકોટ       ૪૧.૯

વેરાવળ      ૩૨.૬

સુરેન્‍દ્રનગર   ૪૨.૫

કેશોદ  ૩૯.૫

 

 

 

 

‘‘ધ કન્‍વર્ઝન'' ધાર્મિક પરિવર્તન પર આધારિત ફિલ્‍મ તા.૬ના રીલીઝ

 (કેતન ખત્રી), અમદાવાદઃ વિનોદ તિવારી દ્વારા નિર્દેશિત, આ ફિલ્‍મમાં વિંધ્‍યા તિવારી, પ્રતિક શુક્‍લા અને રવિ ભાટિયા મુખ્‍ય ભૂમિકામાં છે.ફિલ્‍મની રિલીઝ પહેલા  અમદાવાદમાં વાઈડ એંગલ મલ્‍ટિપ્‍લેક્‍સમાં ફિલ્‍મનું સ્‍પેશિયલ સ્‍ક્રીનિંગ યોજવામાં આવ્‍યું હતું.ધર્મ પરિવર્તનના વિષયને અન્‍વેષણ કરતી ફિલ્‍મ ‘ધ કન્‍વર્ઝ' ૬ મેના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. વિનોદ તિવારી દ્વારા દિગ્‍દર્શિત અને રાજ પટેલ, રાજ નોસ્‍તળમ અને વિપુલ પટેલ દ્વારા નિર્મિત, ધ કન્‍વર્ઝનમાં વિંધ્‍યા તિવારી, પ્રતિક શુક્‍લા અને રવિ ભાટિયા મુખ્‍ય ભૂમિકામાં છે.આ અંગે ડિરેક્‍ટર વિનોદ તિવારી કહે છે કે, ‘આ ફિલ્‍મની વાર્તા બળજબરીથી કરાયેલા ધર્મ પરિવર્તનના અત્‍યંત સંવેદનશીલ અને સમકાલીન સામાજિક વિષયની આસપાસ ફરે છે. તે એક એટ્રેક્‍ટિવ ડ્રામા બેઝ છે જે એક છોકરીની દુવિધા દર્શાવે છે કે ઈન્‍ટર-ફેથ મેરેજમાં શું થાય છે જે ધાર્મિક પરિવર્તન તરફ દોરી જાય છે. જ્‍યારે આંતર-ધર્મ લગ્નની વાત આવે છે ત્‍યારે આપણે ધર્મના નામે વ્‍યાપક છેતરપિંડી જોઈએ અને વાંચીએ છીએ. કેટલાક આંકડાઓ અને ડેટા દર્શાવે છે કે ઈન્‍ટર-ફેથ મેરેજમાં આવા ધર્માંતરણના જબરજસ્‍ત કેસોમાં છોકરીઓ ભોગ બને છે.આ ફિલ્‍મ એવી ઘણીસ્ત્રીઓના વાસ્‍તવિક જીવનના અનુભવો પર આધારિત છે જેમણે ઈન્‍ટર-ફેથ મેરેજ કર્યા હતા.

(3:48 pm IST)