Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

તુમ મુજે યુ ભૂલા ના પાઓગે... શનિવારે રફી સાહેબના ગીતો ગુંજશે : શાનદાર કાર્યક્રમ

વિનોદ સુર્વે, જયેશ પનારા, સેફાલી ગોસ્‍વામી, શોભના શંકર અને કૃપા મુખર્જી ગીતો પીરસશે : મોહમ્‍મદ રફી ફેન કલબ દ્વારા આયોજન

રાજકોટ : લાંબી પ્રાતીક્ષ બાદ મોહમ્‍મદ રફી ફેન કલબ દ્વારા એક સુંદર કાર્યક્રમ આવી રહ્યો છે. કોરોના કાળના લાંબા લોકડાઉન પછી મોહમ્‍મદ રફી ફેન કલબ દ્વારા રફીયન કાર્યક્રમનું આયોજન તા. ૧૬ને શનિવારે સાંજે ૮:૩૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ મીની હોલમાં થવા જઈ રહ્યુ છે. કલબના સ્‍થાપક અને પ્રમુખ જીતેન્‍દ્રભાઈ ભટ્ટના પુનાના સુરીલા ગાયક વિનોદ સુર્વે, રાજકોટના જયેશ પનારા સંગાથે અમદાવાદના સુવિખ્‍યાત સેફાલી ગોસ્‍વામી, શોભના શંકર તથા રૂપા મુખર્જીને પ્રસ્‍તુત કરી રહ્યા છે.

રાજકોટના સુવિખ્‍યાત કિબોર્ડ વિઝાર્ડ રાજુભાઈ ત્રિવેદી તથા સાથી વાદકો દિલીપ ત્રિવેદી (તબલા), ભાર્ગવ ઉમરાણીયા (ઓકટોપેડ), એસ.કે. પઠાણ (સેકસોફોન), પારસ વાઘેલા (કોન્‍ગો ઢોલક), જીમ્‍મી વ્‍યાસ (ગીટાર), વ્‍યંકટેશ રામન (ડ્રમ સેટ) અને નૂતન ભટ્ટ (સાઈડ રીધમ) આ કાર્યક્રમમાં સંગીત સંગાથ કરશે. કાર્યક્રમ સંચાલન શ્રીમતી પારૂલબેન જોષી અને જયંતભાઈ જોષી જયારે સાઉન્‍ડ સંચાલન શંકર સાઉન્‍ડ તેમજ વિડીયો ગ્રાફી સદ્દગુરૂ વિડીયોના ચેતનભાઈ પોપટ કરશે.

આ કાર્યક્રમ સંસ્‍થાના સભ્‍યો માટે જ યોજવામાં આવ્‍યો છે. વર્ષ દરમિયાન માત્ર ૩ કાર્યક્રમનું આયોજન થાય છે. રફી સાહેબના જન્‍મદિવસ, નિધન દિવસ અને એક કાર્યક્રમ એપ્રિલ માસમાં બોનસ આપવામાં આવે છે તેમ યાદીમાં જણાવાયુ છે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન પદે સંગીત પ્રેમી મનસુખભાઈ વેકરીયા, અંબિકા ઈન્‍ડસ્‍ટ્રીઝના દુર્લભજીભાઈ પરમાર તથા જય દ્વારકાધીશ કોટન પરીવારના ભરતભાઈ વાંસજાળીયા તથા નાગજીભાઈ બાસીડા, અલ્‍પેશભાઈ વેકરીયા, ભરતભાઈ સવાકીયા તથા આર્કીટેક નિલેશભાઇ ભોજાણી ઉપસ્‍થિત રહેશે. જયારે ગુણવંતભાઈ ડેલાવાળા (પ્રમુખ સરગમ કલબ) હિમાંશુભાઈ ઠેશીયા, આશીતભાઈ ચોલેરા, દિનેશભાઈ ગજ્જર, ચીમનભાઈ ગજ્જર, જે.કે. જોષી, વિજયભાઈ બુદ્ધદેવ અને ઉમેશભાઈ જોષીનો સહકાર મળી રહ્યો છે. સંસ્‍થાના સભ્‍યપદ રીન્‍યુ કરવા માટે જીતેન્‍દ્રભાઈ ભટ્ટ મો. ૯૮૨૪૫ ૭૨૪૭૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)