Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કાલે વોર્ડ નં.૮-૧૦-૧૧ના અડધા વિસ્તારો રહેશે તરસ્યાઃ પાણીકાપ

નાનમવા બ્રિજનાં કારણે પાણીની પાઇપ લાઇન શીફટીંગનાં કારણે પુનિતનગર, ચંદ્રેશનગર હેડ વર્કસ હેઠળના રામધામ, ન્યુ કોલેજવાડી, નાનામવા, આવાસ, સત્યમ પાર્ક, બેકબોન, શાસ્ત્રી નગર સહિતનાં વિસતારોમાં પાણી વિતરણ નહિ થાય

રાજકોટ,તા.૧૪: આવતીકાલે તા.૧૫નાં રોજ શહેરનાં પુનિતનગર ઈ.એસ.આર. તથા ચંદ્રેશનગર ઇ.એસ.આર. હેઠળ પાણી વિતરણ કરવામાં આવતા વોર્ડ નં.-૮ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ) નાંરામધામ, ન્યુ કોલેજવાડી, નાનામવા, આવાસ, સત્યમ પાર્ક, બેકબોન, શાસ્ત્રી નગર વિસ્તારોમાં  પાણી વિતરણ બંધ રહેશે. આ અંગે મનપાના વોટર વ(ર્સ શાખાની સતાવાર શાખાની યાદીમાં જણાવ્યા પ્રમાણે પુનિતનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ આધારીત ઈ.એસ.આર.ની મેઈન ૬૦૦ એમ.એમ. ડાયા એમ.એસ.ની સપ્લાય પાઈપ લાઈન નાનામવા સર્કલ ફલાય ઓવર બ્રીજનાં એલાઇનમેન્ટમાં આવતી હોય, જે શીફટ કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે. જેનું જોડાણ હયાત લાઇન સાથે કરવાનું થતું હોય, તા.૧૫ નાં શુક્રવાર નાં રોજ પુનિતનગર ઈ.એસ.આર. તથા ચંદ્રેશનગર ઇ.એસ.આર. હેઠળ પાણી વિતરણ કરવામાં આવતા વોર્ડ નં.-૮ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ) નાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
કયાં કયાં વિસ્તારોમાં થશે અસર
આવતીકાલે વોર્ડ નં. ૮નાં રામધામ, ન્યુ કોલેજવાડી, સામ્રાજય એપાર્ટમેન્ટ, સરકારી વસાહત, જગન્નાથ, નવજયોત પાર્ક, એ.પી.પ્લોટ, સિલ્વર એવન્યુ, સાંઇનગર, જયગીત સોસાયટી, બ્રહ્મકુંજ સોસાયટી, નારાયણનગર, અમરનાથ મહાદેવ રોડ, ગુલાબવિહાર, નાનામવા આવાસ, સાકેત પાર્ક, ગંગદેવ પાર્ક, આવકાર એવન્યુ, ગોલ્ડન પાર્ક, ચૈતન્ય બંગલો, સૈારભ બંગલો, શ્રી રાજ રેસીડેન્સી, ફોરફિલ્ડ એપાર્ટમેન્ટ, પ્રદ્યુમન પાર્ક, ઇન્દ્રલોક રેસીડેન્સી.ઙ્ગ  વોર્ડ નં. ૧૦નાં સત્યમ પાર્ક, શિવ દ્રષ્ટિ, દિપવન પાર્ક, બેકબોન હાઇટસ, શિવમ પાર્ક, જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, આસોપાલવ સ્પ્રીંગ એપાર્ટમેન્ટ, શિલ્પન રીગાલીયા, નિધિ કર્મચારી સોસાયટી, મારૃતિ પાર્ક, અલય પાર્ક-૧, શ્રીજી હેરીટેજ, શ્યામલ વિહાર, ફુલવાડી પાર્ક, શિવ આરાધના, અલય પાર્ક, સગુન રેસીડેન્સી, શ્રીજી પાર્ક, આલાપ હેરીટેજ, મારૃતિ મેઇન રોડ. વોર્ડ નં.૧૧નાં લક્ષ્મી સોસાયટી, વલ્લભ વિદ્યાનગર, ગોવિંદરત્ન સોસાયટી, બેકબોન પાર્ક, આર.જી.બંગલો, ગોવિંદરત્ન બંગ્લોઝ, ગોવિંદરત્ન વિલા, ગોવિંદરત્ન આવાસ, અર્જુન પાર્ક, તાપસ સોસાયટી, ઉપાસના, અર્જુન પાર્ક આવાસ, સાગર ચોક આવાસ, સરદાર પટેલ પાર્ક-ર, તુલશી પાર્ક (નાનામવા)ઙ્ગ, ૧૧ સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી, ગોવિંદ પાર્ક, અલય પાર્ક-(એ) અને (બી), નાનામવા ગામતળ, તિરૃપતિ પાર્ક, હરિદ્વાર હાઇટસ, જમના હેરીટેજ મેઇન રોડ, શાસ્ત્રીનગર (અજમેરા), કલ્યાણ પાર્ક સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ નહિ થાય

 

(3:52 pm IST)