Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ઉનાના તબીબના આપઘાત કેસમાં પિતા દ્વારા રિવિઝન અરજી કરાઇ

ઉના,તા. ૧૪ : ઉનાના તબીબ આત્‍મહત્‍યા પ્રકરણમાં પિતા દ્વારા રીવીઝન અરજી દાખલ કરવામાં આવી છે.

ઉના વર્ષ ૨૦૧૪ના ૨૬ જૂનના રોજ પોતાની જ હોસ્‍પિટલના પહેલા માળે સક્‍ેસનાઇલ કોલીનના ઇન્‍જેકશનના વધુ પડતા ડોઝ લઇ આત્‍મહત્‍યા થયાના સ્‍થાનિક પોલીસના અહેવાલ બાદ મૃતક પ્રિયેશ સી.સનેસરાના પિતા દ્વારા વખતો વખત સ્‍થાનિક પોલીસ અધિકારીઓ ડી.જી.પી. ઓફિસ, ગૃહવિભાગ અને મુખ્‍યમંત્રી કાર્યાલય ખાતે અનેક રજુઆતો કરવામાં આવેલ છે જેમાં પોતાના એકના એક પુત્ર ગાયનેક ડો.પ્રિયેશ સનેસરાના મૃત્‍યુ પાછળ તેના પત્‍ની અને મળતિયાઓ જવાબદાર હોવાની લેખિત રજુઆત કરેલ છે.

આ રજુઆતો પૈકી સ્‍થાનિક સબડિવીઝન મેજિસ્‍ટ્રેટ ઉના દ્વારા ગત તા. ૯/૩/૨૦૧૬ના રોજ પત્ર ક્રમાંક એમ.એ.જી./સી./એડી/૧૬/૨૦૧૫ અંતર્ગત ઘણાખરા મુદ્દાઓ બાબતે ફેર તપાસનો એકહુકમ નાયબ પોલીસ અધિક્ષક વેરાવળનાઓને કરવામાં આવેલ છે. પરંતુ મૃતકના પિતાના જણાવ્‍યા મુજબ પોલીસ દ્વારા માત્ર તેમની પુત્રવધુનું લેપટોપ એફ.એસ.એલ તપાસમાં મોકલીને સંતોષ માનવામાં આવ્‍યો છે.

 ત્‍યારબાદ તા. ૩૦/૯/૨૦૧૬ના રોજ અન્‍ય હુકમ તત્‍કાલીક પોલીસ અધિક્ષક ગીરસોમનાથ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં દિન ૧૫માં સબડિવીઝનલ મેજિસ્‍ટ્રેટ ઉના દ્વારા સુચવવામાં આવેલ. તમામ મુદ્દાઓની ઉડાણપૂર્વક તપાસ કરી પૂર્ણતા કરવા જણાવેલ છે. છતા આજદિન સુધી સંતોષકારક કાર્યવાહી કરવામાં ના આવી હોવાનો મૃતકના પિતાનો આક્ષેપપ છે. તેમજ જણાવ્‍યા મુજબ પોલીસ ઉપર દબાણ હોય મારા પુત્ર અપમૃત્‍ગુ બાબતે કોઇ સાયન્‍ટિફિક તપાસ કરવામાં આવી નથી. નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે તો સત્‍ય ઉજાગર થાય. નિષ્‍પક્ષ તપાસની માંગ સાથે તેના દ્વારા ૨૪/૩/૨૦૨૨ના રોજ સીએનઆર. નં. જીજેજીએસ૩૦૦૦૩૭૧૨૦૨૨થી ક્રિમીનલ રીવીઝન એપ્‍લિકેશન કરવામાં આવેલ છે.

(5:09 pm IST)