Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

પાવર બેંક એપ્‍લીકેશન દ્વારા કરેલ નાણાંકીય કૌભાંડના આરોપી જામીન પર

રાજકોટ તા. ૧૪ : પાવર બેંક એપ્‍લીકેશન દ્વારા કરેલ નાણાંકીય કૌભાંડના કેસમાં આરોપી કંપની સેક્રેટરીને જામીન મુકત કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

બનાવની વિગતવાર હકિકત જોવામાં આવે તો, ભુજના ફરીયાદી મયુર ચંદુલાલ શેઠે ગુગલ પ્‍લે સ્‍ટોર પર પાવર બંક નામની એપ્‍લીકેશન અંગે જાણવા મળેલ કે, તેમાં રૂપિયા રોકાયા બાદ દર કલાકે અમુક રૂપિયા વળતર તરીકે પરત મળતા હોય જેથી ફરીયાદીએ ‘પાવર બેંક' એપ્‍લીકેશન ડાઉનલોડ કરેલ અને તેમાં અમુક રૂપિયાનું રોકાણ કરેલ. બાદમાં તેમાંથી રૂપિયા પરત મળતા હોય ફરીયાદીએ વધુ રૂપિયા મળશે અને ફાયદો થશે તેવી આશાઓ એપ્‍લીકેશનમાં વધુ રૂપિયાનું રોકાણ કરેલ પરંતુ બાદમાં, ઐપ્‍લીકેશન બંધ થઇ ગયેલ અને થોડા સમયમાં ગુગલ પ્‍લે સ્‍ટોર પરથી પણ હટાવી દેવામાં આવેલ. જેથી ફરીયાદીએ તે બાબતની ફરીયાદ કરતાં સાઇબર પોલીસ રેન્‍જ ભુન ખાતે આઇપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૧૧૪ તથા આઇટી એસીટી ની કલમ ૬૬ (સી), ૬૬ (૯) તથા જીપીઆઇડી કલમ ૩ મુજબનો અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ.

સદરહું ગુન્‍હાની તપાસ દરમ્‍યાન પોલીસને જાણવા મળેલ કે, ‘પાવર બેંક' એપ્‍લીકેશનમાં રોકવામાં આવેલ નાણાનો વ્‍યવહાર રાજોરપે સોફટવેર પ્રા. લી. દ્વારા થયેલ અને અલગ-અલગ પાંચ કંપનીઓના બેંક એકાઉન્‍ટમાં નાણા જતા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરતા તે કંપનીઓના ડિરેકટરો તથા તે પૈકી એક કંપની બનાવવાની પ્રોસીજર કરનાર દિલ્‍હીના કંપની સેક્રેટરી રજની કોહલીને આરોપી બનાવી તેની ધરપકડ કરવામાં આવેલ.

સદરહું આરોપી કંપની સેક્રેટરી દ્વારા રાજકોટના પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રીકટ એન્‍ડ સશન્‍સ જજ કોર્ટમાં તેઓને જામીન પર મુકત કરવા જામીન અરજી દાખલ કરવામાં આવેલ. કોર્ટ દ્વારા બારીકાઇથી અવલોકન કરી, અરજદારના વકીલની દલીલ માન્‍ય રાખી આરોપીને જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

હાલના કેસમાં અરજદારના વકીલ તરીકે રાજકોટના એડવોકેટ ડેનીષ એ. સીણોજીયા રોકાયેલ હતા તથા તેમના મદદનીશ તરીકે મુસ્‍તફા કાથાવાલા તથા અજય વંશએ ભુમીકા નિભાવેલ હતી.

(5:14 pm IST)