Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

વડીલોએ નવી પેઢીના લોકોને પ્રોત્‍સાહન આપવું જોઈએઃ પૂ.અપૂર્વમુનિ સ્‍વામી

રાષ્‍ટ્રીયશાળા સંચાલિત સિનિયર સીટીઝન કલબનું ઉદ્‌ઘાટન : ગાંધીજીના વિચારો જોઈએ, વિદ્યાર્થી સુધી પહોચાડવા જોઈએ, સંસ્‍થાને પુનઃ જીવીત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પૂરતી મદદ કરશેઃ કલેકટર અરૂણ મહેશ બાબુ

રાજકોટઃ રાષ્‍ટ્રીયશાળા ટ્રસ્‍ટે સિનિયર સીટીઝન કલબનો પ્રારંભ કરેલ છે. રાજકોટમાં વસતા સિનિયર સીટીઝનો પોતાનો સમય સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ઈન્‍ડોર રમત- ગમત પસાર કરી શકે તેમજ લાયબ્રેરીમાં અનેક પુસ્‍તકો વાંચી શકે તેવી દીર્ઘદ્રષ્‍ટિથી સ્‍વામીશ્રી અપૂર્વમુનિજી, મેયરશ્રી પ્રદીપભાઈ ડવ તેમજ રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુનાં હસ્‍તે સિનિયર સીટીઝન કલબનો શુભારંભ કરેલ.

સૌ પ્રથમ શ્રી શૈલેષભાઈ પંડયા ગ્રુપે જૂના- પુરાણા ગીતો ગાઈને પૂજય ગાંધીજી જે મધ્‍યસ્‍થ ખંડમાં પ્રાર્થના કરતાં તે ખંડને સંગીતમય બનાવી દીધેલ. બાદમાં હાજર રહેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરીને સંસ્‍થાવતી સંસ્‍થાનાં કાર્યકરોએ મહેમાનોનું સૂતરની આંટીથી સ્‍વાગત કરેલ.

શ્રી અપૂર્વમૂનિસ્‍વામીજીએ પ્રવચન કરતા જણાવેલ કે જે સભામાં વૃધ્‍ધો નથી તે સભા, સભા જ ન કહેવાય. વૃધ્‍ધોને પૂરેપૂરો આદર આપવો જોઈએ. સાથોસાથ વૃધ્‍ધ લોકોએ નવી પેઢીના લોકોનો વિચારોનો સ્‍વીકાર, સહકાર તેમજ સત્‍કાર કરવો જોઈએ અને નવી પેઢીના લોકોને પ્રોત્‍સાહન આપવું જોઈએ.  અમારા પરમ પૂજય પ્રમુખ સ્‍વામીજી મહારાજ પણ એટલુ ભણેલ ન હતાં. છતાં પણ જે નવા સંતો આવી રહયા હતાં જેઓ ડોકટરો, ચાર્ટડ એકાઉન્‍ટ વિગેરે હતાં છતાં પણ શ્રી પ્રમુખ સ્‍વામીજી તેમના વિચારોને વેગ આપતા હતાં. આમ તેઓએ વૃધ્‍ધો તેમજ નવી પેઢીઓને અનુલક્ષીને પોતાના વિચારો પ્રદર્શિત કરેલ.

ત્‍યારબાદ રાષ્‍ટ્રીયશાળા સંસ્‍થાનાં મેનેજીંગ ટ્રસ્‍ટીએ સંસ્‍થાનો પરિચય આપતા જણાવેલ કે આજે રાષ્‍ટ્રીયશાળા ટ્રસ્‍ટની સ્‍થાપનાને ૧૦૧ ચાલી રહ્યું છે. જેના અનુસંધાને સિનિયર સીટીઝન કલબની સ્‍થાપના કરવામાં આવી છે. લગભગ ૪૦૦થી વધારે મેમ્‍બર બનવા માટેના નામો આવ્‍યા છે જેમાથી પ્રારંભે એમોએ ૧૧૦ મેમ્‍બર્સ બનાવ્‍યા છે. કલબ વર્ષમાં ત્રણેક કાર્યક્રમો ગોઠવશે. તેમજ પ્રવાસ પણ ગોઠવશે. સાથોસાથ માનદ લોકસેવાની પ્રવૃતિઓ કરવાનો પણ સંકલ્‍પ છે જેમાં સિનિયર સીટીઝનોને સરકારશ્રીની જે જે યોજના છે તેમાંથી કેવી રીતે લાભ મેળવી શકાય તેમજ આયુષ્‍યમાન કાર્ડ પણ કઢાવવા માટેનો કેમ્‍પ યોજાશે. આ માનદ સેવા કાર્ય માટેની કમિટી પણ અમો બનાવવાનાં છીએ. સભ્‍યો વાંચનનો લાભ લઈ શકે તે હેતુથી અમારે લાયબ્રેરી બનાવવાનું નકકી કરેલ છે. જેના માટે અનુદાન પણ અમોને મળેલ છે. જેમાં પોતાના શોખ મુજબના પુસ્‍તકો સભ્‍યોને વાંચવા મળે તેમજ ઘેર પણ લઈ જઇ શકે.

રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ સરળ  શૈલીમાં ઉદ્‌બોધન કરતાં જણાવેલ કે સિનિયર સીટીઝન કલબનું સ્‍થાપનામાં ઘણાં બધાં સેવાનિવળત થયેલા અધિકારીઓ પણ છે. તેમનો અભિપ્રાય, શકિતનો પણ લાભ સંસ્‍થા લઈ શકશે. સાથોસાથ રાષ્‍ટ્રીયશાળા ટ્રસ્‍ટની સ્‍થાપનાનું ૧૦૧ મુ વર્ષ ચાલી રહેલ છે. જેમાં પણ હું રાષ્‍ટ્રીયશાળાનાં મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી જીતુભાઈ સહિતનાં ટ્રસ્‍ટીઓને વિનંતી કરૂં છું  કે ગાંધીજીના વિચારો તેમજ તેમની ફિલોશોફી દરેક વિદ્યાર્થીઓ પાસે પહોચાડો તેમજ સંસ્‍થાને પુનઃજીવિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પૂરી મદદ કરશે. આ જે ગીતો ગવાય છે તે પણ સિનિયર સીટીઝનનોને ગમતા જ ગવાય છે જેનો અહેસાસ થઈ રહ્યો છે.

 આ તબકકે મેયરશ્રી પ્રદીપભાઇ ડવે રાષ્‍ટ્રીયશાળાની પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમજ સિનિયર સીટીઝનન કલબની સ્‍થાપનાથી ખુશી વ્‍યક્‍ત કરી હતી. શ્રી મહાત્‍મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્‍ટનાં મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.હેલીબેન ત્રિવેદીએ પણ રાષ્‍ટ્રીયશાળાની પ્રવૃતિઓને વેગ આપવા ભલામણ કરી હતી. તેમજ સંસ્‍થાને મદદરૂપ થવા માટેની ખાતરી આપી હતી.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન, તરીકે   રાષ્‍ટ્રીયશાળા ટ્રસ્‍ટનાં ઉપપ્રમુખ જયંતિભાઈ કાલરીયા, ખાદી સેવાધારી શ્રી ધીરૂભાઈ ધાબલિયા, શિક્ષણ શાષાી તેમજ સીનીકેટ સભ્‍યશ્રી નિદતભાઈ બારોટ, શ્રી હરદેવસિંહ જાડેજા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં પ્રધ્‍યાપક શ્રી ડો. કલાધરભાઈ આર્ય, સિનિયર સીટીઝન કલબનાં પ્રમુખશ્રી દેવેન્‍દ્રસિંહ રાણા, ઉપપ્રમુખશ્રી દેવજીભાઇ રાઠોડ, મંત્રી શ્રી કમલેશભાઈ મકવાણા, સહમંત્રી શ્રી માધુરીબેન રાજાણી, પ્રોજેકટ ઇંચાર્જ શ્રી સુરેશભાઇ પરમાર, શ્રી સિધ્‍ધાર્થભાઈ ભટ્ટ તેમજ શ્રેષ્‍ઠીઓ શ્રી સુરેશભાઇ ચેતા, શ્રી મુકેશભાઇ દોશી, કોઠારી લેબોરેટરીનાં મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી રમણીકભાઇ જસાણી, શ્રી તખુભા રાઠોડ, શ્રી રહિમભાઈ સાડેકી, શ્રી યગ્નેશભાઈ જોષી, શ્રી પરેશભાઈ પંડ્‍યા, શ્રી યશવંતભાઈ જનાણી, શ્રી .જયેશભાઇ લાખાણી, શ્રી જગદેવસિંહ જાડેજા, શ્રી ગુણવંતભાઈ ભટ્ટ, શ્રી નંદલાલ જોષી, શ્રી સુનિલભાઈ ત્રિવેદી, શ્રી શૈલેષભાઈ વ્‍યાસ, વિગેરે હાજર રહેલ.

 કાર્યક્રમનું સંચાલન ડો.કલાધર આર્યએ કરેલ. મહેમાનોનું આભાર દર્શન શ્રી દેવેન્‍દ્રસિંહ રાણા તથા  કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાનાં કાર્યકરોએ જહેમત ઉઠાવેલ.

તસ્‍વીરમાં ડાબી બાજુએ રાષ્‍ટ્રીયશાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી જીતુભાઈ ભટ્ટ,  કલેકટર શ્રી સાથે ગોષ્‍ઠી કરતાં નજરે પડે છે. જમણી બાજુએ દિપ પ્રાગટય કરતાં શ્રી અરૂણ મહેશબાબુ કલેટકરશ્રી, સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટશ્રી જીતુભાઈ ભટ્ટ, ટ્રસ્‍ટશ્રી જયંતિભાઈ કાલરીયા, શ્રી તખુભા રાઠોડ, શ્રી કમલેશભાઈ મકવાણા, શ્રી સુરેશભાઈ ચેતા તથા શ્રી ધિરૂભાઇ ધાબલીયા જણાય છે. વચ્‍ચેની તસ્‍વીરમાં કલેકટરશ્રી સાહેબ સાથે હાજર રહેલ ટ્રસ્‍ટીઓ, કલબનાં હોદ્દેદારો તથા ઈનસેટ તસ્‍વીરમાં સંગીત પીરસતા કલાકારો તથા ડાબી બાજુ શ્રોતાગણ જણાય છે. નીચેની ઈનસ્‍ટેટ તસ્‍વીરમાં ઉદ્‌બોધન કરતાં શ્રી અપૂર્વમુનિસ્‍વામીજી, શ્રી અરૂણ મહેશબાબુ, ડો.હેલીબેન ત્રિવેદી, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ તથા રાષ્‍ટ્રીય શાાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી જીતુભાઈ ભટ્ટ જણાય છે.

(4:32 pm IST)