Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

આજે રાત્રે ત્રણ ત્રણ પર્વના સુભગ સમન્‍વય સમાન કસુંબીનો રંગ કાર્યક્રમ

બાલભવન ખાતે લોકડાયરોઃ જાણીતા લોક કલાકારો અભેસિંહ રાઠોડ, બિહારીદાન ગઢવી અને રાધાબેન વ્‍યાસ ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીતો અને ભજનો રજૂ કરશેઃ કાર્યક્રમમાં હાજર રહેનાર માટે લકકી ડ્રોથી સુવર્ણ મુદ્રા, ચાંદીની ગીની સહિતના ઈનામો

રાજકોટ,તા. ૧૪: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ નાં સુશિષ્‍ય સદગુરુદેવ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે યતિવર્ય ગાંગજી - વીરની દિવ્‍ય સાધના-સમાધિ ભૂમિ પર દિવ્‍ય સાધનાલય કાલાવડ (શીતલા)માં જણાવેલ કે આજે યુગની ભાષામાં ધર્મની વાત કરવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે, તો જ લોકો સાંભળે પણ છે, અને હ્રદયમાં પણ ઉતારે છે.ᅠ સૌ પ્રથમ સ્‍વયં એ સમજ વિકસિત કરો કે જેથી અનેક ધર્મોની ભીડમાં તમે સત્‍યધર્મને ઓળખી શકો. ધર્મ આપણને આલંબન આપે છે કે આપણે ભવસાગર પાર કેમ કરી શકીએ પણ ભવપાર જવાનો પ્રયાસ તો સ્‍વયં વ્‍યકિતએ જ કરવાનો છે. ધર્મ તો પ્રકાશ છે, પણ તે પ્રકાશમાં ચાલવાનું તો દરેકે પોતે જ છે. પગલુ તો તમારે જ આગળ મુકવાનું છે. માર્ગદર્શન તો મળી જાય પરંતુ માર્ગનું અનુશરણ પોતે જ કરવું પડશે.
આજના માણસનું સ્‍પીડમાં વૈશ્વિકકરણ થઈ રહ્યું છે. તે ચંદ્રલોક, મંગળલોકમાં વસવાની તૈયારી કરી રહ્યો છે.ᅠ આંતરરાષ્ટ્રીય સ્‍તર પર પોતાનું વ્‍યકિતત્‍વ વિકસીત કરી રહ્યો છે. એવી સ્‍થિતિમાં ધર્મ અને અધ્‍યાત્‍મના સિધ્‍ધાંતોને યુગના અનુરૂપ સ્‍થાપિત કરી પ્રસારિત કરવાની આવશ્‍યકતા ઉભી થઈ છે.ᅠ નહીંતર ધર્મના સિધ્‍ધાંતોની ચર્ચા સ્‍થાનકોમાં તો થશે પરંતુ તેને પ્રેકટીકલ લાઈફની સાથે જોડી નહી શકાય.
સમુદ્રમાં સંતનાં લક્ષણ છે જેથી એ મોટાઈને પામ્‍યો છે. સમય હોય ત્‍યારે ભરતીની લહેરો ઉછાળે છે, સમય ન હોય ત્‍યારે પાછી વળી પડતીને સ્‍વીકારી તેની પણ લહેરો હિલોળે છે. ભરતી અને ઓટ બન્ને વખતે એના હૃદયમાં લહેર છે. જેથી સાગ૨ ને સંત કહેવામાં આવે છે.સરોવ૨ એ તો સાક્ષાત્‌ સાધુજન છે. એને કાંઠે હજારો હંસો, લાખો બગલાઓ અને કાગડાઓ વસે છે, છતાં એ કોઈના ગુણ અને દુર્ગુણ તળાવને સ્‍પર્શતા નથી. સંગના દોષોને જીતવા એ મહાપુરુષોનું પ્રથમ લક્ષણ છે.
એક વાત તો નકકી છે કે વૈભવ ભલે ગમે તેટલો મહાન હોય, ત્‍યાગની સામે તો તેને મસ્‍તક નમાવવું જ પડશે.ᅠ સંત સંયમ અને સાદગીનું પ્રતિક છે. એક સંત જેટલી સાદગીથી જીવે છે તેટલું તેની આસપાસ સાદગીમય વાતાવરણ બને છે. મહાત્‍મા ગાંધી તો ત્‍યાગમયી રાજનીતિના ધ્રુવ નક્ષત્ર હતા. ભગવાન મહાવીરની ત્‍યાગમય જીવનશૈલી અપરિગ્રહનો સિધ્‍ધાંત, અસ્‍પૃશ્‍યતા નિવારણ અને જગતને સૌથી શ્રેષ્ઠ આપેલી ભેટ અનેકાંતના સિધ્‍ધાંતને યુગ અનુરૂપ માનવ સમાજ સમક્ષ લાવવો વર્તમાન સમયે જરૂરી છે.
વર્તમાન સમયે માણસ શ્રધ્‍ધા કરતા અંધશ્રધ્‍ધાથી વધુ જીવી રહ્યા છે. ત્‍યારે જો પરમાત્‍માના બતાવેલા માર્ગ પર શ્રધ્‍ધાથી ચાલવા પ્રયત્‍નશીલ બને તો ૧૦૦% દુખ, દર્દના કારણને સમજીને આત્‍મસંવેદના પ્રગટાવી શકે છે.
આજે મંદિરો(ધર્મસ્‍થાનકો) બંધાતા જાય છે અને ઘરો તૂટતા જાય છે.ᅠ મંદિરને ઘર નથી બનાવી શકાતુ પણ ઘરને મંદિર જરૂર બનાવી શકાય છે. ધર્મ દ્યરને મંદિર બનાવવાનું કહે છે. શ્રાવક રહે છે ઘરમાં પણ શ્રાવકના મનમાં ઘર રહેતુ નથી આસકત બનીને નહી, ઉપાસક બનીને જીવે તે જ સાચો શ્રાવક.ᅠᅠ
શ્રાવકના સદાચારમાં જેટલી વધુ મજબુતાઈ હશે, સંતો તેટલા અંશે આચારમાં શીથીલ બનતા અટકશે. શ્રાવકોના દ્યરોમાં આચારમાં સદાચાર, વિચારમાં સોેમ્‍યતા, વ્‍યવહારમાં પ્રામાણિકતા હોવી ખુબ જરૂરી છે.
શ્રાવકો માટે સર્વ પ્રથમ પાંચ અભિગમ પરમાત્‍માએ બતાવ્‍યા છે.ᅠ સચેતનો ત્‍યાગ, અચેતનો વિવેક, ઉતરાસંગ, અંજલીકરણ, મનની એકાગ્રતા શ્રાવકોએ ધર્મોની વચ્‍ચે ઉભી થયેલી સાંપ્રદાયિક અહંની દિવાલોમાં દ્વાર ઉભા કરવાએ સાંપ્રત સમયની માંગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કેસદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબ ની અખંડ મૌન સાધના, જપ સાધના, તપ સાધના તા. ૧૭ નાં રોજ પરિપૂર્ણ થાય છે.શ્રાવક શ્રાવિકાઓને દર્શન- વંદન નો લાભ મળશે.

 

(4:37 pm IST)